ન્યુ દિલ્હી,તા.૨
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હરદોઇની મુલાકાતે છે ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે કાર્યક્રમ સ્થળ પર ભગવા પડદા લગાવવામાં આવ્યા છે તેમજ ટોઇલેટમાં ટાઇલ્સ પણ ભગવા રંગની લગાવવામાં આવી છે.
ઉત્તરપ્રદેશમાં બિલ્ડિગ, સોફા, ખુરશી અને શાળા બાદ ટોયલેટમાં પણ ભગવા રંગની ટાઇલ્સ લગાવવામાં આવી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હરદોઇમાં એક કાર્યક્રમ આવવાના છે. જેને લઇને વહીવટીતંત્ર તૈયારીમાં લાગ્યું છે.
કાર્યક્રમ સ્થળમાં ભગવા રંગના પડદા સાથે આયોજન સ્થળ પર તૈયારીઓ આદરી દેવામાં આવી છે. તેમજ આ કાર્યક્રમના પગલે ટોઇલેટની સફેદ ટાઇલ્સને ઉખાડીને ભગવા રંગની ટાઇલ્સ લગાવવામાં આવી છે.
ઉલેખનિય છે કે આ પહેલાં યોગી સરકારે સચિવાલય તેમજ અન્ય સરકારી ઇમારતો પણ ભગવા રંગે રંગી હતી. તેમજ સ્કુલોને પણ ભગવા રંગે રંગવામાં આવી હતી. જો કે વિરોધ પક્ષના દબાણ પર પોતાની ભૂલ સ્વીકારી વહીવટીતંત્રએ ઇમારતોને જુની રંગમાં લાવી દીધી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






