મોદી આંતરરાષ્ટ્રીય તુષ્ટિકરણનો પ્રયત્ન કરી રહ્યા છે ? : અખિલેશ યાદવ

0
33

ભાજપની કાર્યશૈલી ખામીગ્રસ્ત ગણાવી જણાવ્યું હતું કે ભૂખ્ટે પેટ ભજન થાય નહિ
લખનૌ,તા.૫
સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની ઇન્ડોનેશિયા તથા મલેશિયાની મુલાકાત અંગે મોદીને સકંજામાં લીધા હતા. યાદવે મોદી પર પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો હતો કે રમજાન મહિનાના દિવસોમાં મુસ્લિમ દેશોની મુલાકાત મોદીની લઘુમતી કોમ પરત્વેની આંતરરાષ્ટ્રીય પ્રેમ વધારવાની પદ્ધતિ છે ? અખિલેશ યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ શાસિત સરકારથી માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પણ સમગ્ર દેશના લોકો પરેશાન છે. તેમણે ભાજપ સરકારે આપેલા વચનોની કડી આલોચના કરી હતી. અખિલેશ યાદવે ભાજપની કાર્યશૈલી ખામીગ્રસ્ત ગણાવી જણાવ્યું હતું કે ભૂખ્યે પેટ ભજન થાય નહીં.
તેમણે ભાજપ સરકારને ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં હારવા તૈયાર રહેવા પડકાર ફેંક્યો હતો. તેમણે વધુમાં લઘુમતી તૃષ્ટિકરણનો મુદ્દો ઉછાળતા જણાવ્યું કે યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હિન્દુ હોવાના નાતે ઈદની ઉજવણીથી ઇનકાર કર્યો છે. ભાજપ એક બાજુ અન્ય પક્ષો પર લઘુમતીવાદને પોષવાનો આક્ષેપ મૂકે છે, જ્યારે રમજાન મહિનામાં મોદી ખાસ ઇન્ડોનેશિયા તથા મલયેશિયાની મુલાકાતે ગયા હતા. એ મોદીની આંતરરાષ્ટ્રીય તુષ્ટિકરણની નીતિ ગણી શકાય ? ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ પહેલી વાર મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. અગાઉ તેઓ ૨૦૧૫માં મલયેશિયા ગયા હતા.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY