તમિળનાડુ સરકારે આજીવન કેદની સજા પામેલા ૬૭ કેદીઓની સજા માફ કરી

0
10

૧૦ વર્ષની સજા પૂરી કરેલી ચૂકેલા ૬૭ કેદીઓને મુક્ત કરાયા
ચેન્નાઈ,તા.૫
તમિળનાડુ સરાકરે આજીવન કેદની સજા પામેલા ૬૭ કેદીની નિયત સમય કરતા વહેલી મુક્તિ જાહેર કરી હતી. આજીવન કેદની સજા પામેલા અને ૧૦ વર્ષની સજા પૂરી કરી ચૂકેલા ૬૭ કેદીને તમિળનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. જી. રામાચંન્દ્રનની પુણ્યતિથિ નિમિત્તે મુક્ત કરવામાં આવ્યા હતા.
ગત ડિસેમ્બરમાં દિગંબૂલ ખાતે એમજીઆરની શતાબ્દી મહોત્સવમાં તમિળનાડુ મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ કેદીઓની સજા માફી અંગે જાહેરાત કરી હતી. બંધારણની કલમ ૧૬૧ હેઠળ સરકારને સજામાફી અંગેના હક આપવામાં આવેલા છે.તે હેઠળ સુપ્રીમ કોર્ટ તથા હાઈ કોર્ટની ગાઈડલાઈન હેઠળ પ્રિમેચ્યોર રિલીઝના સરકારી ઓર્ડર તૈયાર કરવામાં આવ્યા હતા.
વિપક્ષ નેતા એમ. કે. સ્ટાલિને સરકારના નિર્ણયને આવકાર્યો હતો. જોકે તેમણે નિર્ણય અંગે વિધાનસભામાં જાહેરાત કરવામાં ન આવી હોવા અંગે સવાલ ઉઠાવ્યો હતો. જવાબમાં કાયદામંત્રી સી. વી. શાનમુગમે કેદીઓની સજા માફીને નિયત કાર્ય ગણાવ્યું હતું તેથી વિધાનસભામાં જાહેરાત નહીં કર્યાનો ખુલાસો તેમણે કર્યો હતો.
કાયદામંત્રી શાનમુગમે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અનુસાર ૬૭ કેદીની સજા માફી મંજૂર કરવા વિનંતી કરી હતી.
કેદીઓને સજા માફી અંગે સરકાર તરફથી ખાસ કમિટીની નિમણૂક કરવામાં આવી હતી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY