મોદી સરકાર શેરડીના ખેડૂતો માટે ૭૦૦૦ કરોડની સહાય જાહેર કરે તેવી શક્યતા

0
50

ન્યુ દિલ્હી,તા.૫
ઉત્તર પ્રદેશના કૈરાના અને નૂરપુરમાં પેટાચૂંટણીમાં હાર પછી કેન્દ્રની ભાજપ સરકાર માસ્ટર સ્ટ્રોક રમવા જઇ રહી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ‘શેરડી પ્રદેશ’ પર ભાજપે કબ્જા કર્યો હતો. જે પછી હાર અને ખેડૂતોની હડતાળને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર શેરડીના ખેડૂતો માટે ૭૦૦૦ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી શકે છે.
શેરડીના ખેડૂતોને ખાંડ પર રૂ. ૨૨૦૦૦ કરોડથી વધુ બાકી છે. સાથે જ સરકાર ખાંડની આયાત પર ડ્યૂટીને ૫૦ ટકા વધારીને ૧૦૦ ટકા કરી શકે છે. આ સિવાય ખાંડનો ઓછામાં ઓછો ભાવ ૩૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ નક્કી કરી શકાય છે. જેનાથી ખેડૂતોને મનાવીને ૨૦૧૯ માટેની રાહ સરળ કરવા માટે મોદી સરકાર પ્રયત્ન કરી રહી છે.
ગયા મહિને સરકારે શેરડીના ખેડૂતોને બાકીનું ચુકવવા માટે મિલોની મદદ માટે ઉત્પાદન સંબંધી ૧૫૦૦ કરોડ રૂપિયાની સબસિડિની જાહેરાત કરી હતી. ખાંડની કિંમતોને ઝડપથી ઓછી થવાને લઇને આર્થિક પરિસ્થિત નબળી થઇ શકે છે જેને લઇને તેનું ખેડૂતો બાકી ચૂકવી નથી શકતા.
૨૦૧૭-૧૮ સત્રમાં આજ સુધી ૩૧.૬ મિલિયન ટન ખાંડનો રેકોર્ડ ઉત્પાદન થઇ ચૂક્યું છે. એકલા ઉત્તર પ્રદેશમાં જ ૧૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુ શેરડીના ખેડૂતોના બાકી છે. યૂપી દેશમાં સૌથી વધુ શેરડી ઉત્પાદન કરતું રાજ્ય છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ખાંડ મિલો દ્વારા ખેડૂતોને ભોગવવા માટે ઉપાયો પર કામ કરી રહી છે. જેને લઇને ૭૦૦૦ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ખાદ્ય મંત્રાલયને ખાંડના ૫૦ લાખ ટનનો અનામત જથ્થો તૈયાર કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY