હાઇવે પર દશ મીનીટ સુધી પ્લાસ્ટિક વિણતા ફોટા પડાવી અધિકારીઓ છુ….
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જાણે ફોટા પડાવવા માટે હોય તેમ અધિકારીઓ દ્વારા ગેટ પાસે રહેલ પ્લાસ્ટીક કચરાને પંદથી વધારે લોકોએ ભેગો કરી ફોટો પડાવી જાણે ધન્યાતા અનુભવી હોય પંદર મીનીટમાં કાર્યક્રમ પુર્ણ કરી દિધો હતો જયારે પ્રદુષણ મુક્ત ગુજરાતનું સુત્ર ત્યા રહેલ પ્લાસ્ટીકને સળગાવી સમગ્ર વિસ્તારમાં પ્રદુષણ ફેલાવ્યુ હતુ.
હાલમા સરકાર દ્વારા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ સ્થાનિક અધિકારીઓ જાણે કાર્યક્રમોથી કંટાળી ગયા હોય તેમ જાણે ન છુટકે કાર્યક્રમ કરતા હોવાનો ધાટ મૂળીમાં સર્જાયો હતો. મંગળવારે પ જુન હોવાથી પર્યાવરણ દિવસની ઉજવણીનો ઉપરનાં લેવલથી આદેશ હોવાથી મૂળી તાલુકાપંચાયત કચેરી મામલતદાર વનવિભાગ સહિતનાં સવારે નવ વાગ્યા આસપાસ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોસાથે રાખી મૂળી ગેઇટ પાસે ભેગા થયા હતા અને સ્કુલની દિવાલ પાસે રહેલ પ્લાસ્ટિક ભેગુ કરવા અને ફોટો પડાવવા જાણે હોડ જામી હોય તેમ દશથી વધારે અધિકારીઓઅને કર્મચારીઓ લાગી પડ્યા હતા અને ફોટો લઇ સાઇડમાં આવી બાદમાં ગ્રામપંચાયતનાં સફાઇ કર્મી જેમની ઉમર ૫૦ વર્ષ હોવા છતા તેમની પાસે સફાઇ કરાવી પંદર મીનીટમાં કાર્યક્રમનું વિર્સજન કરી દેવાયુ હતુ આથી સમગ્ર ગામમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ સાંભળવા મળતી હતી જયારે પ્રદુષણ અટકાવવાનાં બેનર લઇ નિકળી પડેલ અધિકારીઓ સામેજ પ્લસ્ટિકને સળગાવી પ્રદુષણ ફેલાવતા લોકોમાં ગણગણાટ સાંભળવા મળ્યો હતો
બોક્ષ ગામની મુલાકાત લ્યો :કોંગ્રેસ કાર્યકરો
મૂળી હાઇવેપર સફાઇ અભિયાન અને પ્લાસ્ટિક ભેગુ કરી રહ્યા હતા તે દરમ્યાન કોંગ્રેસ કાર્યકરો ત્યાં આવી અધીકારીને સમગ્ર ગામમાં ગંદકી ફેલાયેલછે તે યોગ્ય કરવા જણાવાતા અધિકારી દ્વારા હજુ કાર્યક્રમ ધણા દિવસનો છે તેમ કહેતા કાર્યકરો ઉશ્કેરાયા હતા .
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






