એન.આર.આઇ. લોકોએ ભારતમાં લગ્નની નોંધણી ૪૮ કલાકમાં ફરજિયાત કરાવવી પડશે

0
18

ન્યુ દિલ્હી,તા.૮
ભારત સરકારના કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ ઓર્ડર કર્યો છે કે, ભારતમાં સંપન્ન થતા એન.આર.આઇ લોકોના લગ્નની નોંધણી ૪૮ કલાકમાં ફરજિયાત કરાવવી પડશે. આ પહેલા કોઇ સમય મર્યાદા હતી નહી. જો કે કાયદા વિભાગે આ પહેલા એન.આર.આઇ લોકો માટે લગ્ન નોંધણી માટે ૩૦ દિવસની મર્યાદાની ભલામણ કરી હતી, ત્યાર બાદ રોજના ૫ રૂપિયા દંડની જોગવાઇ કરવાનું સૂચવ્યુ હતુ.
કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, એન.આર.આઇ લોકોના તેમના લગ્નની નોંધણી ૪૮ કલાકમાં ફરજિયાત નહી કરાવે તો તેમના પાસપોર્ટ અને વીઝા તેમને આપવામાં નહી આવે. આ અંગે વધુમાં મેનકા ગાંધીએ જણાવ્યુ છે કે મંત્રાલયે રજિસ્ટ્રારને આદેશ આપવાની પ્રક્રિયા તૈયાર કરી છે. આ વિગતો સરકારી કેન્દ્રિય ડેટા પાસે સ્ટોર રાખવામાં આવશે. જેના થકી વિદેશોમાં રહેતા ભારયીયોના લગ્ન નોંધણીની વિગતો ગમે ત્યારે મળી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે, કે સૈંકડો નહી પણ હજારો સાચા કિસ્સાઓ એવા છે કે કેટલાક એન.આર.આઇ લોકો ભારતમાં આવી લગ્ન કરી વિદેશ જતા રહે છે. તેમની પત્નીઓએ ત્યાર બાદ ત્યકતા એટલે તરછોડી દીધેલી સ્ત્રીનું જીવન જીવવાની ફરજ પડે છે. આવી અનેક બાબતોની આખરે સરકારે ગંભીર નોંધ લીધી છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY