વિડિયોકોન ટેલિકોમે નાદારી નોંધાવી : બેંકોનું રૂપિયા ૨૦,૦૦૦ કરોડનું લેણું

0
8

ન્યુ દિલ્હી,તા.૮
વિડિયોકોન ગૃપ વિશે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. બે દિવસ અગાઉના અહેવાલ પર અંતે આજે મોહર લાગી છે. વિડિયોકોન ગૃપની અગ્રણી કંપની વિડિયોકોન ટેલિકોમ વિરૂદ્ધ નાદારી કોર્ટે ૈંમ્ઝ્ર કાયદા હેઠળ નાદારી પ્રક્રિયાનો કેસ સ્વીકાર્યો છે અને કંપની વિરૂદ્ધ આ પ્રક્રિયા આરંભી છે. મુંબઈની નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે આજે જીમ્ૈં સહિતના લેણદારો દ્વારા થયેલ નાદારી પ્રક્રિયા અંગેની અરજી સ્વીકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જીમ્ૈંના નેજા હેઠળની કમિટી ઓફ ક્રેડિટર્સ(ર્ઝ્રઝ્ર)ની અરજી અંગે હાથ ધરાયેલ સુનાવણીમાં નાદારી કોર્ટે અરજી માન્ય રાખી છે અને પ્રક્રિયા શરૂ કરવાની સંમંતિ આપી છે. મુંબઈની નાદારી કોર્ટે દ્ભઁસ્ય્ના અનુજ જૈનને આ કેસમાં રીઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે નીમ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિડિયોકોન ગૃપની આ કંપની વિડિયોકોન ટેલિકોમ પર કુલ રૂ.૧૭૫૦ કરોડનું દેવું છે.
ધૂતના નેજા હેઠળના વિડિયોકોન ગૃપની વાત કરીએ તો બેંકોએ કુલ રૂ. ૨૦,૦૦૦ કરોડનું લેણું બાકી નીકળે છે. અનુજ જૈનને વિડિયોકોન ટેલિકોમના રીવાઈવલ પ્લાનને તૈયાર કરવા ૧૮૦ દિવસનો સમય મળશે અને જરૂર જણાય તો વધારાના ૯૦ દિવસ પણ વિશિષ્ટ સંજાગોમાં આપવામાં આવી શકે છે. અમે પુરતો સહયોગ આપીશું અને મુખ્ય કંપની વિડિયોકોન ઈન્ડસ્ટ્રીની દેશ-વિદેશની મિલકતને જોતા, ક્રૂડના વધતા ભાવને જોતાં લેણદારોના ૭૦-૮૦% નાણાં પરત મળવાની સંભાવના છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY