સોલીડ વેસ્ટમાં સુરતને બેસ્ટ સીટીનો એવોર્ડ
સુરત, તા.૬
કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯નું પરિણામ જાહેર થતા સુરત શહેરને ૧૪મો ક્રમ આપવામાં આવતા શહેરે પોતાનો અગાઉનો ક્રમ યથાવત રાખ્યો હતો. જોકે, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુરતને બેસ્ટ સીટીનો એવોર્ડ પણ મળ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ અંતર્ગત સર્વિસ લેવલ પ્રોગ્રેસમાં કુલ ૧૨૫૦માંથી વાય ગુણ, સર્ટીફિકેશનમાં ૧૨૫૦માંથી ૭૫૦ ગુણ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનમાં ૧૨૫૦માંથી ૧૨૨૩ તથા સીટીઝન અોફ ફીડબેકમાં ૧૨૫૦માંથી ૯૭૪ ગુણ મેળવ્યા હતા. કુલ ૫૦૦૦માંથી સુરતને ૩૮૬૧ ગુણ પ્રાપ્ત થયા છે.
કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯માં મનપા દ્વારા આગળનો ક્રમ આવે તે માટે મહત્ત્વના આયોજનો પણ કર્યા હતા. જેમાં શહેરમાંથી તમામ કન્ટેનરો ઉચકી લેવાયા હવે કચરો નાંખવા માટે ડોર ટુ ડોર વાહન મોકલવામાં આવે છે. ડસ્ટ ફ્રી સીટીના કોન્સ્પેટમાં આગળ વધવા અનેક રસ્તાઓ પર આયોજન કરવામાં આવ્યા હતા. શહેરમાં પે એન્ડ યુઝ ટોયલેટ બલોકને અદ્યતન બનાવવી તથા સેનેટરી પેડ મુકવા, સુકો ભીનો કચરો અલગથી ઉઘરાવવો, ગાર્ડન વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ, ઈ-વેસ્ટ સહિતના જુદા જુદા કચરાનો ભેગો કરવા વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯માં પહેલા ક્રમે ઇન્દોર અને ૧૪માં ક્રમે સુરત આવ્યું હોવાનું જાણવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




