કુંભકર્ણની નિંદ્રામાં મોદી સરકાર : દિલ્હીમાં પેટ્રોલ ૮૦ને પાર,મુંબઈમાં ૮૮ની નજીક

0
12

ન્યુ દિલ્હી,તા.૮
આજે દિલ્હીમાં પ્રથમવાર ૮૦ રૂપિયે પહોંચ્યુ પેટ્રોલ, શનિવારે પેટ્રોલમાં ૩૯ પૈસા મોંઘુ થતા ૮૦.૩૮ રૂપિયે જ્યારે ડિઝલ ૪૪ પૈસા મોંઘુ થતા ૭૨.૫૧ રૂપિયે પ્રતિ લિટરે પહોંચ્યો હતો. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૩૮ પૈસા વધીને ૮૭.૭૭ રૂપિયે જ્યારે ડિઝલ ૪૭ પૈસા મોંઘુ થતા ૭૬.૯૮ રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું. કોલકતામાં પેટ્રોલની કિંમત ૩૯ પૈસા વધીને ૮૩.૨૭ રૂપિયે જ્યારે ડિઝલ ૪૪ પૈસા મોંઘુ થતા ૭૫.૩૬ રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું. ચૈન્નઇમાં પેટ્રોલની કિંમત ૪૧ પૈસા તો ડિઝલ ૪૭ પૈસા મોંઘુ થયુ હતું. ગુરૂગ્રામમાં પેટ્રોલની કિંમત ૮૦.૯૯ રૂપિયે જ્યારે ડિઝલ ૭૩.૫૧ રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું. ફરીદાબાદમાં પેટ્રોલની કિંમત ૮૧.૨૪ રૂપિયે જ્યારે ડિઝલ ૭૩.૭૫ રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું. ગાઝીયાબાદમાં પેટ્રોલની કિંમત ૮૦.૩૦ રૂપિયે જ્યારે ડિઝલ ૭૨.૫૯ રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું. નોયડામાં પેટ્રોલની કિંમત ૮૦.૪૨ રૂપિયે જ્યારે ડિઝલ ૭૨.૭૩ રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું.
રાજ્યમાં સૌથી વધુ મોંઘુ પેટ્રોલ ભાવનગરમાં પ્રતિ લિટર રૂ.૮૦.૬૩ થયુ છે અને ડિઝલ રૂ.૭૮.૯૧ પ્રતિ લિટર છે. અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલ રૂ.૭૯.૫૮, ડિઝલ રૂ.૭૭.૮૭ છે. સુરતમાં પેટ્રોલના ભાવમાં ૩૮ પૈસા અને ડિઝલના ભાવમાં ૪૭ પૈસાનો વધારો થયો છે. સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ રૂ.૭૯.૫૨,ડિઝલ રૂ.૭૭.૮૩ છે. બનાસકાંઠામાં પેટ્રોલનો ભાવ ૭૯.૬૭, ડિઝલનો ૭૭.૯૮ રૂ. ભાવ છે. પંચમહાલમાં પેટ્રોલનો ભાવ રૂ.૭૮.૯૬ છે જ્યારે ડિઝલનો ભાવ રૂ.૭૬.૭૩તો રાજકોટમાં પેટ્રોલમાં ૩૯ પૈસાનો વધારો ડિઝલમાં ૪૭ પૈસાનો વધારો થયો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ ૭૯.૪૦, ડિઝલનો ભાવ રૂ. ૭૭.૬૯ રૂપિયા છે.
કેન્દ્ર સરકાર પેટ્રોલ પર ૧૯.૪૮ રૂપિયા અને ડીઝલ પર ૧૫.૩૩ રૂપિયા એક્સસાઇઝ ડ્યૂટી લે છે. છેલ્લીવાર ઓક્ટોબર ૨૦૧૭માં ડ્યૂટી ૨ રૂપિયા ઘટાડી હતી. પરંતુ, ૨૦૧૪થી ૨૦૧૬ની વચ્ચે તેમાં ૯ વાર વધારો કરાયો. આ દરમિયાન પેટ્રોલ પર એક્સસાઇઝ ડ્યૂટી ૧૧.૭૭ રૂપિયા અને ડીઝલ પર ૧૩.૪૭ રૂપિયા વધારી. તેનાથી ૩ વર્ષમાં સરકારનું કલેક્શન બે ગણાથી વધુ થઈ ગયું. નાણાકિય વર્ષ ૨૦૧૪-૧૫માં પેટ્રોલ-ડીઝલ પર એક્સસાઇઝ ડ્યુટીથી સરકારને ૯૯,૧૮૪ કરોડ રૂપિયા મળ્યા. બીજી તરફ, ૨૦૧૭-૧૮માં તે આંકડો ૨,૨૯,૦૧૯ કરોડે પહોંચ્યો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY