એનસીપી અધ્યક્ષ શરદ પવારે પીએમ મોદીની હત્યાના ષડ્યંત્રને રાજકીય સ્ટંટ ગણાવ્યો
ન્યુ દિલ્હી,તા.૧૧
એનસીપી અધ્યક્ષ શરદ પવારે પીએમ મોદીની હત્યાના ષડ્યંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. શરદ પવારે એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યુ કે, પીએમ મોદીની હત્યાના ષડ્યંત્રના નામે સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
દેશની જનતા ભાજપ પર વિશ્વાસ નહીં કરે. ભાજપ કહે છે કે, પીએમ મોદીની હત્યા માટે ધમકી ભર્યો પત્ર મળ્યો છે. આ મામલે પોલીસ અધિકારી સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યુ કે, ધમકી ભરેલા પત્રમાં કોઈ તથ્ય નથી.
મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા નક્સલવાદીઓનો એક પત્ર પોલીસને મળી આવ્યો હતો. પત્રમાં રાજીવ ગાંધીની જેમ પીએમ મોદીની હત્યાનું કાવતરૂં ઘટવામાં આવ્યું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
પત્રમાં લખવામાં આવ્યુ હતું, કે હિંદુ ફાસીઈઝમ તાકાતને હરાવવી વધારે જરૂરી છે. ભાજપ બિહાર સહિતના રાજ્યોમાં તેજી સાથે આગળ વધી રહી છે. ભાજપને રોકવા માટે પીએમ મોદીના રોડ શોમાં આત્મઘાતી હુમલો કરવાની સારી તક છે.
પીએમ મોદીની હત્યાના ષડયંત્ર બાદ ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર પણ આરોપ લગાવ્યા છે. અને હવે એનસીપી અધ્યક્ષ શરદ પવારે પીએમ મોદીની હત્યાના ષ઼ડ્યંત્રને રાજકીય સ્ટંટ ગણાવ્યો છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






