દુબઈના હાઈએન્ડ રિયલ એસ્ટેટમાં ૫૮૦૦ ભારતીયોનું રોકાણ..!!

0
23

અબુ ધાબી,
તપાસનીશ એજન્સીઓ દ્વારા દુબઈમાં હાઈ એન્ડ રિયલ એસ્ટેટમાં કોનું કેટલું રોકાણ છે અને કોની કોની પ્રોપર્ટીઓ છે તેની તપાસ કરવામાં આવી છે અને તેમાં એવો ધડાકો થયો છે કે ૧૮૧ દેશોના ૧,૨૯,૦૦૦ એન્ટ્રીઓમાંથી સૌથી મોટો હિસ્સો ભારતીયોનો નીકળ્યો છે અને તે ૫૮૦૦ જેટલો થાય છે એટલે કે દુબઈમાં ટોચ લેવલની સાઈટો પર ભવ્યાતિભવ્ય ઈમારતોના માલિક ભારતીયો છે. દુબઈના હાઈ એન્ડ ગણાતાં પામ જુમેરા એરિયામાં, વર્લ્ડ મોટરસિટી વિસ્તારમાં, દુબઈ મરિનામાં, બુર્જમાં અને ઓલ્ડ ટાઉન આઈલેન્ડમાં ભારતીયોની સંપિત્ત નીકળી છે.
એજન્સીઓના એક રિપોર્ટની કોપી અમારી પાસે છે. આ ૫૮૦૦માં ૨૦ એવા ભારતીયો પણ છે જેમના નામ પનામા પેપર્સ લીક અને અન્ય વિદેશી સંપિત્તઓ ધરાવનારા લોકોની યાદીમાં હતા. આ ૨૦ ભારતીયો પહેલાથી જ તપાસ હેઠળ છે કારણ કે વિદેશમાં કાળું ધન લઈ ગયેલા લોકોની યાદીમાં એમના નામ છે.
આમાં કેટલાક એવા ભારતીયોના નામ છે જેમની સામે હવાલા ટ્રાન્ઝેક્શન, મેચ ફિક્સિગ કૌભાંડ અને મની લોન્ડરિગની તપાસ થયેલી છે. ડેટાબેઈઝ પર જે ભારતીયોના નામ છે તેમાં હર્ષદ અહેમદ સિદ્દીકી જેનું કનેક્શન દાઉદ સાથે પણ હોવાની ચર્ચા છે. ત્યારબાદ અનિલ બત્થવારેનું નામ છે. આ માણસ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાના મની એજન્ટ છે. એ જ રીતે મુકેશ કોચર, કમલેશ પારેખ (જ્વેલર્સવાળા) તેમજ ગુરજીત સિંઘ કોચર, રમણ પીલ્લાઈ, મનોજ જગતીયાણી વગેરેના નામ નીકળ્યા છે. આ ભારતીય સહિત કુલ ૫૮૦૦ જેટલા ભારતીયોના ડેટાબેઈઝમાં નામ છે અને આ લોકો દુબઈમાં હાઈ એન્ડ રિયલ એસ્ટેટમાં પ્રોપર્ટીઓ ધરાવે છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY