વલસાડ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા તમામ ખેડૂતોએ વર્ષ ૨૦૧૭-૧૮માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓમાં લાભ લેવા માટે તા. ૦૬/૦૪/૧૮ થી તા. ૦૫/૦૫/૧૮ સુધી આઇ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઇન અરજી કરેલ છે. સરકારની વિવિધ યોજનામાં લાભ લેવા માંગતા લાભાર્થીઓએ નિયત અરજી સાથેના સાધનિક કાગળો સહિતની વિગતો તા. ૧૮/૦૬/૧૮ સુધીમાં નાયબ બાગાયત નિયામક જિલ્લા સેવા સદન -૧, પહેલો માળ, વલસાડને રજુ કરવાની રહેશે. સમય મર્યાદા બાદની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં અને તે અરજીઓ રદબાતલ ગણવામાં આવશે, જેની બાગાયતદારોને નોંધ લેવા નાયબ બાગાયત નિયામક વલસાડ દ્વારા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





