ચલાઆમલી ગામે એમ.જી.વી.સી.એલ. ની બેદરકારી સામે આવી અકસ્માતની ભીતિ

0
61
  • છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી આવેલા
    ચલામલી ગામે એમ.જી.વી.સી. એલ. ની બેદરકારી સામે આવી અકસ્માતની ભીતિ
    બોડેલી તાલુકાના ચલામલી ગામે ગ્રામપંચાયત રોડની પાછળના ભાગમાં કૃષિ વિષયક ખેતીની મુખ્ય લાઈન પસાર થાય છે આ મુખ્ય લાઈન ના તાર એટલે હદે નીચે ઝૂલે છે કે ત્યાંથી કાળજી રાખ્યા વિના જો પસાર થવામાં આવે તો મોટી દુર્ઘટના કે અકસ્માત થાય તેમ છે ખેડૂતો ઘ્વારા લાઈનમેન , બોડેલી ડિવિઝનના નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં આંખ આડા કાન કરી રહ્યા છે રાજકીય નેતા ઘ્વારા ફોન કરાવવામાં આવે તો શુક્રવારે ચોક્કસ ટિમ આવી જશે તેમ કહી લોલીપોપ આપી રહ્યા છે ચોમાસામાં ત્યાંથી પસાર થતા કોઈ ખેડૂતને અકસ્માત થશે ત્યારે અધિકારીઓ જાગશે તેવો સવાલ લોકો કરી રહ્યા છે આ મુખ્ય લાઈનમાં મોટી દુર્ઘટના બાદ વહીવટી તંત્ર જાગશે તંત્રની પોલમપોલ કામગીરી ને લઈને લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે

ઇમરાન મનસુરી
બોડેલી – છોટાઉદેપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY