પાક.ની ‘નાપાક’ હરકત : શસ્ત્રવિરામનો ભંગ કરતાં ચાર જવાનો શહિદ

0
11

સામ્બા,
જમ્મુ-કાશ્મીરના સામ્બા સેક્ટરના રામગઢમાં પાકિસ્તાન દ્વારા ફરીથી શસ્ત્રવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા બીએસએફના એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, એક સબઈન્સ્પેક્ટર અને બે સિપાહી સહીત ચાર જવાનો શહીદ થયા છે.
ગોળીબારમાં બીએસએફના અન્ય ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયાના પણ અહેવાલ છે. ઘાયલ થયેલા જવાનોને જમ્મુના સતવારી ખાતેની આર્મી હોÂસ્પટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા મંગળવારે રાત્રે લગભગ સાડા દશ વાગ્યે રામગઢ ખાતેની આંતરરાષ્ટ્રીય સરહદે શરૂ કરવામાં આવેલું ફાયરિંગ બુધવારે સવારે સાડા ચાર વાગ્યા સુધી ચાલ્યું હતું.
બીએસએફ પ્રમાણે. સામ્બા સેક્ટરના રામગઢમાં ચંબિયાલ નજીક બાબા ચમલિયાલના વાર્ષિક ઉર્સ પહેલા પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગની નાપાક હરકત કરવામાં આવી છે. બીએસએફ દ્વારા પણ પાકિસ્તાનના શસ્ત્રવિરામ ભંગની સામે વળતી કાર્યવાહી કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસ. પી. વૈદ્ય પ્રમાણે. રામગઢ સેક્ટરમાં પાકિસ્તાનના ફાયરિંગમાં બીએસએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ જિતેન્દ્રસિંહ, સબ ઈન્સ્પેક્ટર રજનીશ, એએસઆઈ રામનિવાસ અને કોન્સ્ટેબલ હંસરાજ શહીદ થયા છે.
મહત્વનું છે કે ગઇકાલે મંગળવારે પણ દક્ષિણ કાશ્મીરમાં સવારે આતંકીઓએ બે અલગ અલગ ઘટનાઓને અંજામ આપ્યો હતો. આ હુમલો પુલવામા અને અનંતનાગમાં થયો હતો. આ ડબલ એટેકમાં પુલવામામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા હતા. જ્યારે અનંતનાગમાં સીઆરપીએફના ૧૦ જવાન ઇજાગ્રસ્ત બન્યાં હતાં. પુલવામાના કોર્ટ પરિસરમાં બનેલા પોલીસ ગાર્ડ પોસ્ટ પર કાલે સવારે આતંકીઓના હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ અને ત્રણ જવાનો ઇજાગ્રસ્ત બન્યાંની જાણકારી સામે આવી છે. આતંકી પોલીસકર્મીઓના હથિયાર લઇને ફરાર થઇ ગયા હતાં. તે વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ અનંતનાગમાં પણ આતંકીઓએ સીઆરપીએફ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ અનંતનાગના જંગલાત બજારમાં પેટ્રોલિંગ કરી રહેલા સીઆરપીએફ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૧૦ જવાનો જખ્મી બન્યાં હતાં.
ગત ચાર વર્ષમાં મોદી સરકારના કાર્યકાળમાં ૨૦૧૮ના વર્ષમાં શસ્ત્રવિરામ ભંગની પાકિસ્તાનની હરકતોમાં ભારતે સૌથી વધુ જવાનો ગુમાવ્યા છે. ૨૦૧૪માં ત્રણ, ૨૦૧૫માં ૧૦, ૨૦૧૬માં ૧૨, ૨૦૧૭માં ૧૮ અને ૨૦૧૮માં અત્યાર સુધીમાં ૨૭ જવાનોએ પાકિસ્તાનના ગોળીબારમાં શહીદી વ્હોરી છે. મોદી સરકારના ચાર વર્ષના કાર્યકાળમાં સરહદે શસ્ત્રવિરામ ભંગમાં અત્યાર સુધીમાં કુલ ૭૧ જવાનોએ શહીદી વ્હારી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY