દિવાલમાં એવું તે શું હતું કે અખિલેશ યાદવ તેને તોડીને લઈ ગયાં: ભાજપ

0
6

લખનઉ,
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બંગલા વિવાદમાં બુધવારે યોગી સરકાર પર નિશાન તાકતા હવે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. ઉતર પ્રદેશ સરકારના મંત્રી અને ભાજપના નેતા સિદ્ધાર્થ સિંહે કÌšં છે કે, અખિલેશ યાદવે ઈન્કમ ટેક્ષને એ જણાવવું જાઈએ કે બંગલા બનાવવા માટેના પૈસા તેમની પાસે આવ્યા ક્યાંથી. સાથે જ તેમણે એમ પણ કÌšં છે કે, જે દિવાલને તોડવામાં આવી હતી તેની પાછળ શું છુપાવ્યું હતું તેની પણ જાણકારી આપવી જાઈએ.
સિદ્ધાર્થ નાથ સિંહે કહ્યું હતું કે, માનનીય રાજ્યપાલે આ ઘટનાની તપાસ માટે પત્ર લખી અને સરકાર તેની તપાસ કરાવશે. ઉલ્લેખનીય છે કે, સરકારી બંગલો છોડતી વખતે તેમાં કથિત રીતે કેટલીક ચીજવસ્તુઓ કાઢી લેવાની અને તોડફોડ કરવાના મામલે અખિલેશ યાદવ ચારેયકોરથી બરાબરના ઘેરાયા છે.
સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે, ભૂરપૂર્વ વડાપ્રધાન દાવો કરે છે કે, બંગલામાં તેમણે પોતાના પૈસાથી ચીજવસ્તુઓ લગાવી હતી. તો અમે તેમને પુછવા માંગીએ છીએ કે, બંગલામાં લગાવવા માટેના પૈસા તેમની પાસે આવ્યા જ ક્યાંથી. અખિલેશ યાદવ ભણેલા ગણેલા છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY