રાજપીપળા નગરપાલિકાના ચૂંટણીના પરિણામ બાદ ભાજપ તરફી વોટ આપનાર અપક્ષ ઉમેદવારને મારી નાખવાની ધમકી 

0
97

જોકે પરિણામ આવ્યા બાદ પોલીસે મહેશ વસાવા ના ઘર પાસે બંદોબસ્ત મુક્યો હતો ત્યારે એમના મોબાઈલ પર બે વ્યક્તિઓ એ ધમકી આપ્યાની ફરિયાદ આપતા મામલો ગરમાયો

રાજપીપળા: ગુરુવારે રાજપીપળા નગરપાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી માં ભારે માથાકૂટ બાદ ભાજપે સત્તા જાળવી રાખી હતી પરંતુ ચૂંટણી પેહલા આખી પાલિકા કચેરી બહાર અને અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો પરંતુ અપક્ષ ઉમેદવાર મહેશભાઈ વસાવા એ ભાજપ તરફી મત અપાતા ભાજપ એ સત્તા મેળવતા મહેશ વસાવા ને મોબાઈલ પર બે વ્યક્તિઓ પૈકી મહેશ રવજીભાઇ પટેલ અને ભુરીયો ઉર્ફે દિપક શનુભાઈ વસાવા એ મારી નાખવાની ધમકી આપી જણાવ્યું હતું કે તું આદિવાસી હોવા છતાં ભરતભાઈ ને વોટ ન આપતા એ હારી ગયા છે જેથી આ બાબતે મહેશ સરાધભાઈ વસાવા એ આ બંને ધમકી આપનાર વ્યક્તિઓ વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે જોકે અપક્ષ ઉમેદવાર મહેશ વસાવા એ ભાજપ તરફી મત આપતા પોલીસે ચૂંટણી બાદ તરતજ એમના મોતીબાગ વિસ્તારના ઘર પાસે બંદોબસ્ત ગોઠવ્યો હતો જેથી ત્યાં કોઈ આવી ન શકતા મોબાઈલ પર મારી નાખવાની ધમકી આપી હોવાનું મહેશ વસાવા એ જણાવ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY