ન્યુ દિલ્હી/શ્રીનગર,
કાશ્મીરમાં વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે એલઓસી પર ૩૫ આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં છે. સૂત્રો મુજબ ઈન્ટેલિજન્સ એજન્સીઓને જાણકારી મળી છે કે આ આતંકવાદીઓ અલગ-અલગ ગ્રુપમાં અલગ-અલગ વિસ્તારોમાંથી ઘૂસણખોરી કરે તેવી શક્યતા છે. રમઝાન દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી જમ્મુ-કાશ્મીરમાં નોન ઈનિશિયેશન ઓફ કોમ્બેક્ટ ઓપરેશન લાગુ કરવામાં આવ્યા છે.
સૂત્રો મુજબ સેના તરફથી સરકારને નીકો દરમિયાન થયેલી આતંકવાદી ઘટનાઓ અને ઘૂસણખોરીની કોસિશોના ડેટા સહીતની માહિતી સાથેનો સંપૂર્ણ અહેવાલ સોંપવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે નીકો દરમિયાન ટેરેરિસ્ટ ઈનિશિએટિવ ઈન્સિડેન્ટમાં વધારો થયો છે. જા કે પીઓકેમાં લગભગ ૧૧ જેટલા આતંકવાદીઓના લોન્ચિંગ પેડ્સ ખાતે ૪૫૦થી વધારે આતંકીઓનો જમાવડો હોવાની પણ ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરાઈ છે.
સૂત્રો મુજબ ઈન્ટલિજન્સ રિપોર્ટમાં ચાર અલગ-અલગ જૂથોમાં આતંકવાદીઓ એલઓસી પારથી ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે. લશ્કરે તૈયબાના ૧૮ આતંકવાદીઓ કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરથી ઘૂસણખોરી કરે તેવી શક્યતા છે. આ આતંકવાદીઓ બે નાના જૂથોમાં ઘૂસીને કુપવાડામાં આર્મીના ઠેકાણાઓને નિશાન બનાવવાની ફિરાકમાં હોવાની શક્યતા દર્શાવાઈ છે.
નૌગામા સેક્ટરની પેલેપાર લશ્કરે તૈયબાના આઠ આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. સૂત્રો મુજબ પુંછ સેક્ટરમાંથી છ આતંકીઓ ઘૂસણખોરીની કોશિશ કરે તેવી શક્યતા છે. ઈન્ટેલિજન્સ એજન્સીની જાણકારી મળી છે કે જા આ આતંકવાદીઓ ઘૂસણખોરીમાં અસફળ રહેશે. તો ફોર્વર્ડ ડિફેન્સ લોકેશનમાં આઈઈડી પ્લાન્ટ કરી શકે છે.
પુંછના જ બીજી સેક્ટરમાંથી ત્રણ આતંકવાદીઓ ઘૂસણખોરીની કોશિશમાં છે. સૂત્રોનું કહેવું છે કે એલઓસીથી ઘૂસણખોરીની કોશિશ સાથે જ આતંકવાદીઓની સાજિશ કાશ્મીર ખીણની અંદરના ભાગમાં સુરક્ષાદળોને નિશાન બનાવીને માહોલ બગાડવાની ફિરાકમાં છે. ઈન્ટેલિજન્સ એજન્સીના સૂત્રો મુજબ અનંતનાગમાં બસ સ્ટેન્ડ નજીક આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળોના હથિયાર છીનવવાની કોશિશ કરે તેવી શક્યતાઓ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





