ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ડીસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડીનેશન કમિટીની બેઠક નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાઈ

0
41

ભાવનગર;શુક્રવાર; નેશનલ ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તા.૨૮/૦૬/૨૦૧૮ ના રોજ નિવાસી અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ  હતી

બેઠકમાં ગત મીટીંગના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવેલ. ઉપરાંત શૈક્ષણીક સંકુલોના પરિસરની નજીક ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટોથી વિદ્યાર્થીઓ દુર રહે તેવો અનુરોધ કર્યો હતો. શાળા સંકુલોની આસપાસ તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ ન થાય તે માટે ચોક્કસાઈ રખાય, લારી-પાન ગલ્લાઓના માલીકોની સામે દંડાત્મક પગલા લેવા તેમજ વિદ્યાર્થીઓમાં તમાકુથી થતાં નુકશાન અંગે જન-જાગૃતિ ફેલાવવા અને તમાકુ નિયંત્રણ વિષય પર જિલ્લાની અને તાલુકાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવા જણાવવામાં આવેલ

નિવાસી અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસે આ બેઠકમાં ઉપસ્થિત ઈન્ચાર્જ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડો. મીતાબેન જે. દુધરેજીયાને જણાવ્યું કે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં દિન ૦૭ માં એક નોડલ ઓફીસરની નિમણૂંક કરવી આ નોડલ ઓફીસરે તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩નો ભંગ કરનાર સામે પગલા લેવાના રહેશે.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એચ. એફ. પટેલ અને વિવિધ ખાતાઓના અધિકારીશ્રીઓ ઉપસ્થીત રહ્યા હતા.

એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY