ઉપવાસ પર બેઠેલા સિસોદિયા, સત્યેંન્દ્ર જૈનની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ

0
7

ન્યુ દિલ્હી,
સાત દિવસથી એલજી કાર્યાલય પર ભૂખ હડતાળપર બેઠેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની હાલત રવિવાર રાત્રે ૧૨ કલાકે બગડી જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને દિલ્હી ગેટ નજીક લોકનાયક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તબીબ અનુસાર ભૂખ હડતાળના કારણે તેમના શરીરીમાંથી કીટોનની માત્રા વધી ગઇ છે.
ત્યાં બીજી બાજુ,દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર અનિલ બૈજલના સત્તાવાર નિવાસસ્થાન ભૂખહડતાળ પર ઉતરેલા આમ આદમી પાર્ટીની સરકારના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાની તબિયત લથડતાં એમને અત્રેની LNJPN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિસોદીયાનું કીટોન લેવલ ૭.૪ સુધી વધી ગયું છે.
જેના કારણે શરીરીમાં કમજારી આવી જાય છે અને માણસ બેભાન થઇ જાય છે. હોÂસ્પટલના ઇમરજન્સી વોર્ડમાં એક ડોકટરે જણાવ્યું છે કે હોસ્પિટલ લાવ્યા બાદ મંત્રીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તેમને તબીબી ખાસ દેખરેખમાં રાખવામાં આવ્યા છે. તેમને ગ્લૂકોઝ ચઢાવવામાં આવી રહ્યો છે.
તેમને ઇન્જેકશંન દ્વારા દવા આપવામાં આવી રહ્યાં છે. આ અંગેની જાણકારી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે.
દિલ્લીમાં આઈએએસ ઓફિસરોની હડતાળ સમાપ્ત કરવાની માગણી સાથે ભૂખ હડતાળ પર ઉતરેલા આપ નેતાઓમાંથી સત્યેદ્ર જૈનની તબિયત લથડી હતી. સત્યેદ્ર જૈનને તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમની હાલત હાલ સ્થિત હોવાનું ડોકટર જણાવી રહ્યા છે. આપ નેતા સંજયસિંહે જણાવ્યું કે હજુ સત્યેદ્ર જૈનને ડોકટરની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY