ભરૂચમાં ધુળેટીના દિવસે આર.આર.સેલની ટીમે ઈન્દીરા નગરમાંથી પકડેલા દારૂમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ.સહિત અન્ય ૬ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરતાં જિલ્લા પોલીસ અધિક્ષક

0
217

ભરૂચ:

ભરૂચમાં ધુળેટીના દિવસે આર.આર.સેલની ટીમ દ્રારા ભરૂચ શહેરમાં આવેલ ઈન્દીરા નગર ઝૂંપડપટ્ટીમાંથી નામી બુટલેગર બબુલ ને ત્યાં રેડ પાડી રૂપિયા ૫.૬૩ લાખનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.તહેવારમાં પકડાયેલ મસમોટા દારૂના જથ્થાના લીધે સમગ્ર ભરૂચ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેના આધારે આજ રોજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંહે ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતાં પોલીસ ઈન્સ્પેક્ટર સહિત ડી-સ્ટાફના કુલ 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યાનો હુકમ કર્યો છે. એસ.પી દ્રારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતાં સમગ્ર જિલ્લામાં પોલીસબેડામાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.
અત્રે એ નોંધવું જરૂરી છે કે હજી પણ એ-ડીવી.પો.સ્ટે પગડન્ડો જમાવી બેઠેલા એક રાઇટરની દાદાગીરી પણ કાઈ ઓછી નથી. એ મહાશયને પણ કાવીની જાત્રા કરવા મોકલાય તેમ પ્રજા ઈચ્છી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષકના આ પગલાંને લઈ હફ્તાખાઉં પોલીસ કર્મચારીઓ ચિંતાતુર બન્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY