ટોકિયો,
જાપાનના ઓસાકા શહેરમાં આવેલા ૬.૧ ની તીવ્રતા સાથેના ભૂકંપના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી.ભૂકંપથી શહેરની અનેક ઈમારતોને ભારે નુકસાન થયું છે. તેમજ રેલવે અને હવાઈ સેવા પર માઠી અસર થઈ છે. આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં બે લોકોનાં મોત થયાં છે જ્યારે અન્ય ૪૦ લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.
જાપાની મીડિયાએ આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર ૬.૧ તીવ્રતા માપી છે.જ્યારે યુએસ જિયોલોજિકલ સરવે અનુસાર તેની તીવ્રતા ૫.૩ જણાવવામાં આવી છે. હવામાન વિભાગની એજન્સીના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું એપી સેન્ટર ઓસાકા પ્રાંતના ઉત્તર ભાગમાં નોંધાયું હતું. જાકે ભૂંકપના આંચકા બાદ સુનામી અંગે ચેતવણી આપવામાં આવી નથી.
ક્્યોડો ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપના આંચકાના કારણે ઓસાકામાં સ્વિમિંગપૂલની નજીક એક દીવાલ ધસી પડતાં એક ૮૦ વર્ષના બુજુર્ગ અને નવ વર્ષીય બાળકીને ગંભીર ઈજા થતાં તેમના મોત થયાં છે.અને ભૂકંપના કારણે લોકોમાં થયેલી નાસભાગના કારણે ૪૦ લોકોને ઈજા થઈ છે. આ ઉપરાંત અનેક લોકોને કાર્ડિયક અરેસ્ટ આવ્યાની પણ માહિતી મળી રહી છે.
આ અંગે કંસાઈ ઈલેક્ટ્રીક પાવરે જણાવ્યુ હતુ કે ભૂકંપ બાદ મિહામા અને તાકાહામા પરમાણુ સંયંત્રોમાં કોઈ પ્રકારની ગરબડ જાવા મળી નથી. આમ પણ હાલ ઓસાકા અને તેના નજીકના હ્યોગો પ્રાંતમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે આ વિસ્તારના ૧.૭૦ લાખ પરિવાર પર તેની અસર જાવા મળી રહી છે.
આ અગાઉ જાપાનમાં ગત ૧૧ માર્ચ ૨૦૧૧ના રોજ આવેલા ૯ની તીવ્રતા સાથેના ભૂકંપથી તે વખતે ૧૮ હજાર લોકોનાં મોત થયાં હતાં. અને તે સમયે ફુફુશિમા પરમાણુ પાવર પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





