રાજ્યના વીજમથકોમાં 4‘દિ ચાલે તેટલો જ કોલસો, કેન્દ્ર ફાળવતું જ નથી

0
87

ભારે ગરમીને કારણે રાજ્યમાં વીજમાંગ હજુ પણ ઊંચી રહી છે. બીજી તરફ ખાનગી કંપનીઓ પીપીએ પ્રમાણે વીજપુરવઠો પૂરો ન પાડતી હોવાની 5 હજાર મેગાવૉટના શોર્ટફોલ વચ્ચે કોલ ઇન્ડિયા તરફથી પૂરતા પ્રમાણમાં કોલસો પણ ન મળતાં રાજ્યમાં વીજકટોકટીના એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ રાજ્યનાં સરકારી થર્મલ પાવર સ્ટેશનો પાસે માત્ર 4 દિવસ ચાલે તેટલો કોલસો છે.

ગુજરાત રાજ્યની કોલસાની વાર્ષિક જરૂરિયાત 175 મિલિયન મેટ્રિક ટન છે

વીજ સરપ્લસ સ્ટેટ હોવાની જાહેરાતો વચ્ચે માંગને સંતોષવા માટે હાલ સરકારને સરેરાશ 50થી 60 મિલિયન યુનિટ વીજળી નેશનલ ગ્રીડમાંથી ખરીદવી પડે છે. રાજ્ય હસ્તકનાં થર્મલ પાવર સ્ટેશનોને વીજઉત્પાદન માટે પૂરતા પ્રમાણમાં કોલસો મળી શકે તેવી સ્થિતિ નથી.કોલ ઇન્ડિયા તરફથી પૂરતો કોલસો ન ફાળવાતાં હાલ 4 દિવસ ચાલે તેટલો જ કોલસો બચ્યો છે. આ કારણે હાલ ઇમ્પોર્ટેડ અને સ્થાનિક કોલસો મિક્સ કરીને કામ ચલાવવું પડે છે. સૂત્રોના કહેવા મુજબ તમામ રાજ્યોમાંથી ડિમાન્ડ આવી હોવાથી કોલ ઇન્ડિયા દ્વારા પૂરતો કોલસો અપાતો નથી, સાથે કોલસાની ડિલિવરી માટે પણ રેલવેને તાત્કાલિક રેક ફાળવવા કહેવાયું છે.ગુજરાત રાજ્યની કોલસાની વાર્ષિક જરૂરિયાત 175 મિલિયન મેટ્રિક ટન છે.સરકારને કરાર મુજબ સસ્તી વીજળી ન મળતાં અને ઊંચા મેરિટની વીજળી પૂરી પાડવાને કારણે વીજઉત્પાદન કોસ્ટ વધી છે જેથી વીજકંપનીઓએ જર્ક સમક્ષ ફ્યૂઅલ સરચાર્જ વધારવાની માગણી કરી છે.

15270 મેગાવૉટની માંગ, ઉત્પાદન 14951
રાજ્યમાં વીજળીની માંગને સંતોષવા પૂરતા પ્રમાણમાં વીજ ઉત્પાદન થઇ શકતું નથી. રવિવારની સ્થિતિએ રાજ્યની કુલ વીજળીની માંગ 15270 મેગાવોટ હતી જેની સામે તમામ ક્ષેત્રોની થઇને 14951 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકાઇ હતી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આ સ્થિતિ રહે છે. વરસાદ ખેંચાય તેવા સંજોગોમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે.

ઊર્જામંત્રી કહે છે, વીજકટોકટી નથી

ઊર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું કે વીજકટોકટી જેવી કોઈ સ્થિતિ નથી. વધારાની વીજળી નેશનલ ગ્રીડમાંથી મેળવીને તમામ ડિમાન્ડ પૂરી કરાય છે. કોલસા માટે રજૂઆત કરાઇ છે છતાં 25મી જૂને દિલ્હીમાં યોજાનારી એનર્જી મિનિસ્ટરોની કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રીને પૂરતા પ્રમાણમાં કોલસો ફાળવવા રજૂઆત કરાશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ઊર્જામંત્રી કહે છે, વીજકટોકટી નથી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY