ગોવામાં જાહેરમાં દારૂ પીવા ઉપર પ્રતિબંધ મુકાશેઃ મુખ્યમંત્રી મનોહર પારિકર

0
11

પણજી,તા.૧૭
ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિર્કરે કહ્યુ છે કે ગોવામાં જાહેરમાં દારૂ પીવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે અને આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ પાકિસ્તાનની સરહદમાં જઇને ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ સજીર્કલ સ્ટ્રાઇકની પ્રમાણિકતા પર સવાલ ઉભો કરનાર વિપક્ષને આડેહાથ લેતા તત્કાલીન રક્ષા પ્રધાન અને હાલના ગોવાના મુખ્યપ્રધાન મનોહર પારિર્કરે કહ્યુ શું કોંગ્રેસ સેના પર ત્યારે વિશ્વાસ કરત જ્યારે સેના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાની સાથે મિશન પર લઇ જતી.
લોકસભા ચૂંટણીની તૈયારીને લઇને ભાજપના કાર્યકરોને સંબોધન કરતા ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિર્કરે કહ્યુ કે હું સજીર્કલ સ્ટ્રાઇક પર રાજકારણને લઇને નથી બોલતો. વિપક્ષો શું દાવો કરે છે કે સેનાએ સજીર્કલ સ્ટ્રાઇક કરી નથી તેમની નકારાત્મકતા જુઓ, શું મારે તમને (વિપક્ષ)ને સેના સાથે મોકલવાની જરુર હતી, મારે સેનાને કહેવાની જરુર હતી કે રાહુલ ગાંધીને સાથે લઇ જાવ અને સજીર્કલ સ્ટ્રાઇકને અંતિમ ઓપ આપો.
પૂર્વ રક્ષા પ્રધાન મનોહર પારિર્કરે જણાવ્યું કે સેનાની કાર્યવાહી તેમજ સજીર્કલ સ્ટ્રાઇકને લઇને સૌથી મોટી વાત ગુપ્ત રાખવાની હોય છે. અમે માત્ર ચાર લોકો જાણતા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હું, સેના પ્રમુખ અને સેનાનું સંચાલન કરનાર મહાનિદેશક.
અમે ચારેય દિલ્હી હતા અને કોર કમાંડર તેમજ સેનાના કમાંજર જેમણે આ હાથ ધર્યું તેઓ શ્રીનગરમાં હતા. વિપક્ષના નકારાત્મક રાજકારણની નિંદા કરતા ગોવાના મુખ્યમંત્રી પારિર્કરે પક્ષના કાર્યકરોને લોકો સુધી પહોંચી તેમજ સકારાત્મક વાતાવરણ બનાવવા અપીલ કરી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY