દેશના જુદા જુદા ભાગોમાં હાલમાં કેટલાક નેતાઓ, કેટલીક સંસ્થાઓ અને કેટલાક બુદ્ધિજીવી લોકો પણ આડેધડ નિવેદન કરીને મોટી મોટી સમસ્યા ઉભી કરી રહ્યા છે. જાણકાર લોકો કહે છે કે ભારતને એક આદર્શ દેશ બનાવી દેવા માટે બંધારણ દ્વારા દર્શાવવામાં આવેલા રસ્તા પર ચાલીને વૈજ્ઞાનિક મિજાજવાળા રાષ્ટ્રનુ નિર્માણ કરવા માટે રાષ્ટ્રવાદના નામ પર કરવામાં આવતા આડેધડ નિવેદનબાજીથી દુર રહેવાની જરૂર રહેશે. દેશના જાણકાર લોકો અને પરિવારમાં પણ મોટા લોકો વર્ષોથી કહેતા આવ્યા છે કે જા કોઇ વિષય અંગે પુરતી માહિતી ન હોય તો તે વિષય પર નિવેદન કરવા જાઇએ નહી. આના કારણે ભારે નુકસાન થવાની શક્યતા રહે છે. સાથે સાતે વિવાદ પણ થવાનો ખતરો રહે છે. સમાજના જુદા જુદા વર્ગોની અંદર તંગદીલી પણ આના કારણે ફેલાઇ જાય છે. ત્રિપુરાના મુખ્યપ્રધાન વિપ્લવ દેવ છેલ્લા થોડાક સમયથી પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહ્યા છે. તેમની ટિકા ટિપ્પણી પણ થતી રહી છે. વિપ્લવ તેમના નિવેદનના કારણે મજાકના પાત્ર પણ બની ગયા છે. કોઇ પ્રદેશમાં ટોપ પર બેઠેલી વ્યક્ત જ્યારે આવા નિવેદન કરે છે ત્યારે ચિંતા થાય તે સ્વાભાવિક છે. તેમના આવા નિવેદનને હળવાશથી પણ લઇ શકાય તેમ નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે ભાજપના ટોપ નેતાઓ તેમનો બચાવ જ કરી રહ્યા છે. ભાજપના ટોપ નેતાઓ દલીલ આપે છે કે નવા નેતા છે ટુંકમાં તમામ બાબતો સિખી જશે. એમ પણ જાવામાં આવે કે વિપ્લવના આવા નિવેદન કોઇ અંગત વાતચીત અથવા તો હસી મજાકમાં આપવામાં આવ્યા છે કે કેમ ? જાહેર કાર્યક્રમમાં જાણી જાઇને તેમના નિવેદન આવ્યા છે કે કેમ તે દિશામાં પણ ધ્યાન આપવાની જરૂર છે. તેમના નિવેદનના કારણે ભારે ચર્ચા અને વિવાદ છે. અગરતલામાં હાલમાં જ એક જાહેર કાર્યક્રમમાં વિપ્લવે કહ્યુ હતુ કે ઇન્ટરનેટ અને સેટેલાઇટ જેવી આધુનિક ચીજાની શોધ અમે મહાભારતના યુગમાં પણ જ કરી ચુક્યા છીએ. એક અન્ય મોકા પર તેઓએકહ્યુ છે કે મેકેનિકલ એન્જનિયરોને સિવિલ સર્વિસ પસંદ કરવી જાઇએ નહી. પરંતુ સિવિલ એન્જનિયરોને સિવિલ સર્વિસમાં જવુ જાઇએ. આડેધડ નિવેદનની હદ તો એ વખતે થઇ જાય છે જ્યારે વિપ્લવ દેવ ડાયના હેડનની વિશ્વ સુન્દરી બનવાની સિદ્ધી પર પણ પ્રશ્નો ઉઠાવે છે. તેમની માહિતીનુ સ્તર એ રહ્યુ છે કે વિપ્લવ કહી ચુક્યા છે કે બુદ્ધ ભારતથી યાત્રા કરીને જાપાન ગયા હતા. ચાલીને તેઓ જાપાન પહોંચ્યા હતા. જાણકાર લોકો હમેંશા કહે છે કે જ્યારે કોઇ વિષયની પુરતી માહિતી ન હોય ત્યારે કોઇ પણ રીતે આડેધડ નિવેદનબાજી કરવી જાઇએ નહી. વિરોધાભાસ ધરાવતા આ પ્રકારના નિવેદન મજાક તો સર્જા છે પરંતુ સાથે સાથે સામાન્ય લોકોને દુખી પણ કરે છે. આ પ્રકારના નિવેદન સામાન્ય લોકોને મનોરંજન આપવાના બદલે તેમને ઠેસ વધારે પહોંચાડે છે. અમારા ત્યાં એવા નેતાઓની યાદી લાંબી છે જે જેમ તેમ નિવેદન કરીને હમેંશા પ્રશ્નો કરતા રહે છે. આ પ્રકારના વરિષ્ઠ લોકો ટોપ પર રહીને પણ આડેધડ નિવેદનબાજી કરે છે. હોઇ શકે છે કે ચર્ચામાં રહેવા માટે આ પ્રકારના નિવેદન કરવામાં આવતા હોય. હદ તો એ વખતે થઇ જાય છે ત્યારે કોઇ તો ચાર્લ્સ ડાર્વિનના વિકાસવાદના સિદ્ધાંતને જ અયોગ્ય ગણાવી કાઢે છે. જ્યારે કોઇ પ્રદેશના શિક્ષણ મંત્રાલય જેવા ખાસ ખાતા ધરાવતા પ્રધાનો ગાયના સંબંધમાં કહે છે કે તે ઓક્સજન જ શ્વાસની સાથે લે છે અને ઓક્સજન જ શ્વાસ સાથે છોડે છે. સંઘના એક નેતા ગાયના ગોબરથી સરહદ પર સેનિકો માટે બંકરો બનાવવા માટેની વાત કરે છે. બીજી બાજુ પાર્ટીના એક પ્રવકતાએ ગાયના ગોબરને કોહીનુર કરતા વધારે કિંમતી ગણાવીને ચર્ચા જગાવી છે. પિડા એ વખતે થાય છે જ્યારે દેશના કોઇ કૃષિ પ્રધાન ખેડુતોની આત્મહત્યાના ઉકેલને યોગ સાથે જાડે છે. સાથે સાથે પ્રેમ પ્રસંગ અને નપુંસકતાને ખેડુતોની આત્મહત્યાની સાથે જાડે છે. શંકા થાય છે કે નેતાઓના આવા નિવેદન એવા સમય પર આવે છેજ્યારે ચૂંટણી ચાલતી રહે છે. વડાપ્રધાન દેશની સંસદના વડા હોય છે. તેમની પાસેથી આશા રાખવામાં આવે છે કે તેઓ પોતાના પ્રધાનોને મર્યાદામાં રહીને કામ કરવા માટે સુચના આપે. સમય સમય પર તેઓ આવુ કરી પણ રહ્યા છે. તેઓ પોતે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ વિપ્લવ દેવને બોલાવીને ફટકાર લગાવી ચુક્યા છે.ુ નિવેદનબાજીમાં તેઓ પોતે સામેલ રહ્યા છે. નિવેદનબાજીના દોર વચ્ચે પાઠયપુસ્તકમાં ઇતિહાસકારોનો ઉલ્લેખ કરવાને લઇને પણ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




