છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી નગરમાં ભરચક વિસ્તાર એવા લક્ષ્મી રોડ પર આવેલ હરીફાઈ માર્કેટની ત્રણ દુકાનોનાં તાળા ખોલીને ઠંડા પીણાં તથા વિમલ ગુટકા ની ચોરી કરી તસ્કરો ફરાર થઇ જવાનો બનાવ બનતાં નગરમાં ચકચાર મચી જવા પામી છે .
બોડેલી નગરનાં લક્ષ્મી રોડ જેવા ભરચક વિસ્તાર માં ગત્ રાત્રિના અગિયારેક વાગ્યા ના અરસામાં ત્રણ બંધ દુકાનોનાં માસ્ટર ચાવી થી તાળા ખોલી લગભગ એક લાખ રૂપિયાની કિંમત જેટલા મુદ્દામાલ ની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા .
બોડેલીના લક્ષ્મી રોડ પર આવેલ અનાજ-કરિયાણા,ગુટકા-મસાલા સહિત ની વિવિધ ચીજ વસ્તુઓ નો ધંધો – વેપાર કરતી લકી ટે઼ડસૅ નામની દુકાન મોડી સાંજે બંધ કરી દુકાન માલિક સોયબભાઇ ખત્રી તેમજ તેમના પિતા અંજુમભાઇ તેમના ગામ વાઘોડિયા તાલુકાના સોડા ગામે ઘરે ગયા હતા. ત્યારે રાત્રિના લગભગ અગિયારેક વાગ્યા નાં અરસામાં તેમની દુકાન પાસે એક ભુરા રંગનો છકડો ટેમ્પો આવી ને ઉભો રહ્યો હતો અને કેટલાક માણસો તેમાંથી ઉતરીને જાણે પોતાની જ દુકાન હોય તેમ બંધ દુકાન નાં તાળા ખોલી દુકાનમાં પ્રવેશી દુકાનમાંથી માલ સામાન સાથે લઇને આવેલ છકડો ટેમ્પો માં ભરવા લાગ્યા હતા.આ વખતે સામે ની દુકાન નાં ઓટલા પર બેઠેલ મહિલાઓ ને શંકા જતાં તેઓ એ સામે ટેમ્પો પાસે જઇ દુકાન માલિક અંજુમભાઇ ક્યાં છે તેમ પૂછતાં તેમણે જ અમોને મોકલ્યા છે તેવું તસ્કરોએ મહિલાઓને કહ્યુ હતું. અને તસ્કરો દુકાનનું શટર પાડીને તાળા મારી ટેમ્પો લઇ ફરાર થઇ ગયા હતા. આવી જ રીતે આ દુકાનની પાછળનાં ભાગમાં આવેલ ઠંડા પીણાં નો હોલસેલ નો ધંધો કરતી
પીઝા વર્લ્ડ નામની પેઢીની બે દુકાનોનાં પણ આવી જ રીતે પોતાની જ દુકાનો હોય તેમ દુકાનો ના તાળા ખોલી ઠંડા પીણાં ના મુદ્દામાલ ઉઠાવી લઇ જઇ તસ્કરો પલાયન થઇ ગયા હતા. આ તસ્કરોને પુછ પરછ કરતાં મહીલાઓ ને શંકા જતા દુકાનદાર ને ફોન કરી જાણ કરી તો તેઓ એ જણાવ્યુ કે અમોએ કોઈ માણસોને ને મોકલ્યા નથી અને દુકાનદાર ખત્રી સોયબ અંજુમ ભાઇ બોડેલી નજીક ના ગામ રહેતા હોય તાત્કાલિક દોડી આવ્યા હતા અને બનાવની બોડેલી પોલીસ મથકે જાણ કરી હતી. જયારે બીજી પીઝા વર્લ્ડ નામની ઠંડા પીણાં ની દુકાન ધરાવતા વેપારી નિલમભાઇ શેઠને મોબાઈલ ફોન થી બનાવ ની જાણ થતાં તેઓ તુરત જ તેમની દુકાન ચેક કરતા તેમની દુકાનોમાંથી પણ તાળા ખોલી ઠંડા પીણા નો મુદ્દામાલ ચોરી થયાનું માલુમ પડ્યું હતું.
મહત્વ ની બાબત એ છે કે નજીકમાં રહેતી મહિલાઓ એ હિંમત કરી અને આ ઇસમો ને પુછ પરછ કરી હતી અને તસ્કરો પોતાનો છકડો અને બાઈક લઈ ફરાર થઇ ગયા હતા.જો હજુ કોઈ ને શંકા ના ગઇ હોત તો વધુ મુદ્દામાલ ની ચોરી થઈ હોત .
આ બાબત ની જાણ બોડેલી પોલીસને કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી .
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







