એર એશિયાની ફ્લાઈટ ૪.૫ કલાક માડી પડી, કેપ્ટને એર કંડીશનરનું બ્લોઅર ફાસ્ટ કર્યું

0
72

કોલકાત્તા,તા.૨૦
પશ્ચિમ બંગાળના બાગડોગરા જઈ રહેલી એર એશિયાની ફ્લાઈટ બુધવારે કોલકાતા એરપોર્ટ પર સાડા ચાર કલાક લેટ થઈ છે. યાત્રિકોએ આરોપ લગાવ્યો કે તેઓને દોઢ કલાક સુધી પ્લેનની અંદર બેસાડીને રાખવામાં આવ્યા, એર એશિયાના સ્ટાફે ગેરવર્તણૂંક પણ કરી. લોકો ફરિયાદ ન કરે, તે માટે કેપ્ટને એર કંડીશનરના બ્લોઅર તેજીથી ચલાવી દીધા. આ અંગે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં બાદ કંપનીએ કÌšં કે પ્લેનમાં ટેકનિકલ ખરાબી હતી. અને કોઈ પેસેન્જર સાથે ગેરવર્તણૂંક થઈ નથી.
ફ્લાઈટ નંબર I-૫૫૮૩ બુધવારે સવારે ૯ વાગ્યે કોલકાતાથી બાગડોગરા માટે રવાના થવાની હતી. ફ્લાઈટમાં સવાર ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનના કાર્યકારી નિર્દેશક (બંગાળ) દીપાંકર રેએ કહ્યુ કે, “શરૂઆતમાં ઉડ્ડયનમાં ૩૦ મિનિટનું મોડું થયું. બો‹ડગ કરાયુ પરંતુ તે બાદ પણ અમને દોઢ કલાક સુધી ફ્લાઈટની અંદર રાખવામાં આવ્યાં. આ દરમિયાન પ્લેનમાં ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા હતી નહીં. એર એશિયાના સ્ટાફનું વલણ ઘણું અયોગ્ય અને રૂક્ષ હતું. જે બાદ ફ્લાઈટ કેપ્ટને યાત્રિકોને ઉતરી જવાનું કહ્યુ હતુ.
એર એશિયાએ બાદમાં નિવેદન જાહેર કરી કહ્યુ કે, “ટેકનિકલ મુશ્કેલીઓને કારણે ફ્લાઈટમાં સાડા ચાર કલાકનું મોડું થયું હતું. અમે તે માટે ખેદ વ્યક્ત કરીએ છીએ. અમે સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે ટેકનિકલ મુશ્કેલીને કારણે એર કંડીશનરની આવી સ્થિતિ થઈ હતી. પ્લેનમાં કોઈપણ યાત્રિકની સુરક્ષાને અમને ખતરામાં નથી મુકી.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY