ન્યુ દિલ્હી,
પરમાણુ હથિયારોના જખીરા પર સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (સીપરી) દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં ચીન અને પાકિસ્તાન પાસે ભારતની સરખામણીમાં સંખ્યાબળમાં ભલે વધુ દર્શાવામાં આવ્યા હોય પરંતુ નવી દિલ્હી પાસે હાજર પરમાણુ હથિયાર ખૂબ જ સક્ષમ અને કોઇને પણ જવાબ આપવા માટે પૂરતા છે. રિપોર્ટ પર ભારતીય રક્ષા સૂત્રોએ કહ્યુ કે સંખ્યાથી વધુ મારક ક્ષમતા જરૂરી છે અને ભારત આ બાબતમાં આગળ છે. સીપરીના રિપોર્ટ પ્રમાણે ચીનની પાસે ભારતથી બમણા પરમાણુ હથિયાર છે જ્યારે પાકિસ્તાન પણ પરમાણુ જખીરાના મામલામાં ભારત કરતાં થોડુંક આગળ છે. રિપોર્ટના મતે ચીનની પાસે અંદાજે ૨૮૦ ન્યુક્લિઅર વારહેડ છે. પાકિસ્તાનની પાસે ૧૪૦-૧૫૦ની વચ્ચે પરમાણુ હથિયાર છે, જ્યારે ભારતની પાસે ૧૩૦-૧૪૦ પરમાણુ હથિયાર છે.
જા કે સંખ્યાબળમાં ઓછા હોવા છતાંય ભારતના પરમાણુ હથિયાર કોઇને પણ જવાબ આપવામાં સંપૂર્ણપણે સક્ષમ છે. ભારતીય રક્ષા પ્રતિષ્ઠાનોના સૂત્રો મુજબ ભારત આ આંકડાઓને લઇ ખાસ ચિંતિત નથી કારણ કે ભારતની પાસે તાકતવર પરમાણુ હથિયાર છે અને કોઇપણ પ્રકારના હુમલાની સ્થિતિમાં ખૂબ જ મારક છે. ભારત આગળ પણ આ હથિયારોના આધુનિકીકરણ પર કામ કરી રહ્યુ છે.
અમેરિકા અને રૂસ પરમાણુ હથિયારના મામલામાં ખૂબ આગળ છે. અમેરિકાની પાસે ૬૪૫૦ પરમાણુ હથિયાર છે જયારે રૂસની પાસે ૬૮૫૦ ન્યુક્લિઅર વારહેડ છે. દુનિયાના ૯૨ ટકા પરમાણુ હથિયાર આ બે દેશોની પાસે છે.
ભારતીય રક્ષા પ્રતિષ્ઠાનોના સૂત્રોનું કહેવું છે કે ચીન અને પાકિસ્તાનનો સામનો કરવા માટે ભારતની પાસે આવા પરમાણુ હથિયાર વિકસિત કરવા સિવાય કોઇ છૂટકો જ નથી જે માત્ર વિશ્વાસપાત્ર જ નથી પરંતુ કોઇ વિરોધીના પ્રહારની સ્થિતિમાં તેને ભારે નુકસાન પહોંચાડવામાં પણ સક્ષમ હોય.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





