મુંબઇ,
શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં જારદાર તેજી રહ્યા બાદ આખરે ફ્લેટ સ્થિતી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૫ પોઇન્ટ સુધરીને ૩૪૪૫૧ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફટી ૨૧ પોઇન્ટ ઉછળીને ૧૦૫૮૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો. સોમવારના દિવસે શેરબજારમાં ફ્લેટ સ્થિતી રહેવા માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા હતા. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો ટીસીએસમાં જારદાર તેજી જાવા મળી રહી છે. શુક્રવારના દિવસે તેના શેરમાં ૬.૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. જે આજે જારી રહ્યો હતો. હવે જુદા જુદા પરિબળોની અસર હવે જાવા મળનાર છે. જેમાં ત્રિમાસિક ગાળાના પરિણામ પણ સામેલ છે. ટેલિકોમની મહાકાય કંપની ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ અને આઈડીએફસી બેંક દ્વારા મંગળવારના દિવસે તેમના આંકડા જારી કરવામાં આવનાર છે. અલ્ટ્રા ટેક સિમેન્ટ, વિપ્રો દ્વારા બુધવારના દિવસે જ્યારે એક્સિસ બેંક, બાયો કોન અને યશ બેંક દ્વારા ગુરુવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે બંધન બેંક, મારુતિ સુઝુકી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તેમના આંકડા જારી કરનાર છે. એફએન્ડઓ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ ગુરુવારના દિવસે થઇ રહી છે. ઉત્તર કોરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે હવે કોઇ નવા પરમાણુ અને મિસાઇલ પરીક્ષણ કરશે નહીં. બીજી બાજુ યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠક ગુરુવારના દિવસે મળનાર છે જેમાં જુદા જુદા પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવનાર છે. બેંક ઓફ જાપાન દ્વારા શુક્રવારના દિવસે તેનું નીતિવલણ જારી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને હાલમાં મોટી રાહત થઇ હતી. કારણ કે હોલસેલ કિંમતો પર આધારિત ફુગાવો આંશિકરીતે ઘટીને માર્ચમાં ૨.૪૭ ટકા થઇ ગયો હતો. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સના આધાર પર ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા હતો. જ્યારે ગયા વર્ષે માર્ચમાં ફુગાવો ૫.૧૧ ટકા હતો. બીજી બાજુ રિટેલ ફુગાવામાં પણ હાલમાં ઘટાડો નોંધાયો હતો. રિટેલ ફુગાવો માર્ચ મહિનામાં ઘટીને ૪.૨૮ ટકા રહ્યો છે. જે પાંચ મહિનાની નીચી સપાટી ઉપર છે. માર્ચ મહિનામાં શાકભાજી, કઠોળની કિંમતોમાં ઘટાડો થયો છે. આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. કેટલાક રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની અસર હવે નાણાંકીય ૨૦૧૯માં જાવા મળશે. આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલે કહ્યુ છે કે દેશમાં ગ્રોથ દર આગામી નાણઁકીય વર્ષથી જારદાર રીતે વધી શકે છે. અલબત્ત રિયલ જીડીપી ગ્રોથ રેટ એક વર્ષ અગાઉ ૭.૧ ટકાથી ઘટીને ૬.૬ ટકા થઇ ગયો છે. રોકાણકારો એચડીએફસી બેંકની કમાણીના આંકડાને લઇને પ્રતિક્રિયા આપી રહ્યા છે. શનિવારના દિવસે તેના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. એચડીએફસી બેંકનો નેટ નફો ૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે ૪૮ અબજ રૂપિયા રહ્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"