મુંબઈ,
ડિજીટલી સક્રિય થઈ રહેલાં ભારતીયોની ઓનલાઈન છેતરપીંડીનો શિકાર થવાની આશંકા વધી ગઈ છે. દરેક ચાર વ્યÂક્તમાંથી એક એટલે કે ૨૫% પર ઠગાઈનો ખતરો જાવા મળી રહ્યો છે. નાણાકીય સુચનાઓ પર રિસર્ચ કરનારી વૈશ્વિક કંપની એક્સપીરિયનની હાલમાં જ આવેલા એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી રહી છે. કંપનીએ ઓસ્ટ્રેલિયા, ચીન, હોંગકોગ, ભારત, ઈન્ડોનેશિયા, જાપાન, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર, થાઈલેન્ડ અને વિયેતનામમાં ઓનલાઈન સર્વે કર્યો છે. જા, કે કંપનીએ તેમ ન બતાવ્યું કે તેઓએ કેટલા લોકોનો આ સર્વે કર્યો.
રિપોર્ટમાં કહેવાયું છે કે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં જેટલાં લોકો ડિઝિટલ સેવાઓનો ઉપયોગ કરે છે, જેમાં ૯૦% ભારતીયો જ છે. જેમાંથી ૨૪% ભારતીય ઓનલાઈન ટ્રાંઝેકશન દરમિયાન છેતરપીંડીનો સીધો જ શિકાર બને છે. ત્રણ સેક્ટર- ટેલિકોમ્યુનિકેશન (૫૭%), બેંક (૫૪%) અને રિટેલ સેક્ટર (૪૬%)માં સૌથી વધુ ચીટિંગ થાય છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ૫૦% ભારતીય બેંકોની સાથે સહજ રીતે ડેટા જાહેર કરે છે.
ડિઝિટલ થઈ ગયેલા ભારતીયોમાંથી ૬૫%એ મોબાઈલ ટ્રાંઝેકશનને અપનાવ્યું છે. ૫૧% ભારતીય અલગ અલગ પ્રકારની સેવાઓનો ફાયદો લેવા માટે પોતાના અંગત ડેટા સહેલાયથી જાહેર કરી દે છે. પરંતુ માત્ર ૬% ઉપભોક્તા જ જાહેર કરેલાં પર્સનલ ડેટા પર પોતે જ નજર રાખે છે. આ મામલે જાપાનના લોકો સૌથી આગળ છે. ત્યાં ૮% લોકો પોતાના પર્સનલ ડેટા પર નજર રાખે છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ઈલેક્ટ્રોનિક્સ અને ટ્રાવેલ સેકટરમાં મોટા સ્તરે ઉપભોક્તાઓનો ડેટા ભેગો કરવામાં આવે છે. બંને સેગમેન્ટમાં ઓનલાઈન છેતરપીંડીને વધુ ખતરો છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





