અમરેલીની ૭ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરિફ ચૂંટાયા

0
12

અમરેલી,
વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલી જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતમાંથી ૭ બિનહરિફ થઇ હતી. જ્યારે રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી હતી. ભાજપના જ ૩ બળવાખોર સદસ્યોથી કોંગ્રેસ સત્તા પર આવી હતી. પ્રમુખ તરીકે બંસીબેન લાડુમોર અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન ધાખડાની નિમણૂક કરાઇ હતી.
ભાજપના સદસ્યોએ તાલુકા પંચાયતની ચેમ્બરમાં ખલેલ પહોંચાડતા હંગામો થયો હતો. ચૂંટણી પ્રક્રિયામાં નવા જૂની થવાના એંધાણને પગલે પહેલેથી જ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હંગામો કરતા પોલીસે ભાજપના ૯ સદસ્યો અને ૩ કાર્યકરોની અટકાયત કરી હતી.
ખાંભા- સોમલાભાઈ વાળા (પ્રમુખ) અને અશ્વિન પરમાર (ઉપપ્રમુખ),
બગસરા- દક્ષાબેન કોરાટ (પ્રમુખ) અને વિનોદ ધારીયા (ઉપપ્રમુખ),
લાઠી- જનક તલાવીયા (પ્રમુખ) અને વજુ નવાપરિયા (ઉપપ્રમુખ),
બાબરા- ધકુબેન વાસણી (પ્રમુખ) અને કિશોર દેથલીયા (ઉપપ્રમુખ),
લીલીયા- ઇન્દુબેન પરમાર (પ્રમુખ) અને ચોથાભાઈ કસોટીયા (ઉપપ્રમુખ),
કુંકાવાવ- ભાનુમતીબેન વસાણી (પ્રમુખ) અને દેવદાનભાઈ ખાચરીયા (ઉપપ્રમુખ),
સાવરકુંડલા- રાઘવભાઈ સાવલીયા (પ્રમુખ) અને બબલાભાઈ ખુમાણ (ઉપપ્રમુખ)

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY