સદીનો સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, વિનાશ થવાની ભવિષ્યવાણી

0
82
સૌથી લાંબા ચંદ્રગ્રહણની અવધિ 6 કલાક 14 મિનિટ રહેશે

21મી સદીનો સૌથી લાંબુ ખગ્રાસ ચંદ્રગ્રહણ જુલાઇમાં થશે. આ એક મહત્વપૂર્ણ એસ્ટ્રોનોમિકલ ઘટના છે. તેનું મહત્વ આ રીતે પણ સમજી શકાય છે કે તેની આગળ-પાછળ 13 જુલાઇ અને 11 ઑગષ્ટ 2018ના રોજ બે ખંડગ્રાસ સૂર્યગ્રહણ પડશે. સતત ત્રણ ગ્રહણોમાં ખગ્રાસ ચંદ્રગ્રહણને જ્યોતિષીય પ્રભાવ વધુ પડી શકે છે. જાણો ચંદ્ર ગ્રહણ પરની વિસ્તૃત જાણકારી. વિશેષ રીતે કર્ક રેખા ક્ષેત્રમાં વિનાશકારી ભૂકંપ, સુનામી, ચક્રવાત, જ્વાળામુખી વિસ્ફોટ તેમજ આગ લાગવા જેવી ઘટનાઓ બની શકે છે. આ ઉપરાંત પૃથ્વીની કક્ષામાં પરિભ્રમણ કરતા વિભિન્ન દેશના હજારો સેટેલાઇટ્સ તેનાથી પ્રભાવિત થઇને બગડી શકે છે. નિયંત્રણ ખોઇ શકે છે. એવામાં વિશ્વભરમાં સેટેલાઇટ્સ સેવાઓ મુશ્કેલીમાં આવી શકે છે. પછી તે કૉમ્યુનિકેશન ક્ષેત્ર હોય અથવા તો અન્ય સુરક્ષા અને સુવિધા સંબંધિત હોય. વિમાન સેવા પણ પ્રભાવિત થઇ શકે છે. આ પહેલાનાં મહિનામાં આ પ્રકારની કેટલીક ઘટનાઓ બની ચુકી છે. નેપાળમાં વિમાન દુર્ઘટના ઉપરાંત આ વર્ષમાં લગભગ અડધા ડર્ઝનથી વધારે વિમાન દુર્ઘટના ઘટી ચુકી છે. એક વર્ષની અંદર ઇસરોના બે સેટેલાઇટ લૉન્ચ ફેલ થઇ ચુક્યા છે. ચીનનું સ્પેસ સ્ટેશન દુર્ઘટનાગ્રસ્ત બન્યું. રશિયાનો ઉપગ્રહ ખોવાયો. વર્ષ 2017 અને 2018માં આ પ્રકારની ઘટનાઓ થવાની ભવિષ્યવાણી જ્યોતિષાચાર્ય પંડિત અરુણેશ કુમાર શર્માએ કરી દીધી હતી. વર્ષ 2017માં ગ્લેશિયર તૂટવાથી લઇને ભૂંકપની કેટલીય ઘટનાઓ બની હતી. વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે કે પૃથ્વીની ગતિના કારણે ભૂકંપની ઘટનાઓ વધી શકે છે. 27 જુલાઇ 2018નો ચંદ્રગ્રહણ પણ 21મી સદીનો સૌથી લાંબો ચંદ્રગ્રહણ હશે. જેની અવધિ 6 કલાક 14 મિનિટ રહેશે. જેમાં પૂર્ણચંદ્ર ગ્રહણની સ્થિતિ 103 મિનિટ રહેશે. ભારતમાં આ ગ્રહણ લગભગ રાત્રે 11 કલાકે 55 મિનિટથી સ્પર્શ થઇને લગભગ 3 કલાક 54 મિનિટે પૂર્ણ થશે. જેમાં પૃથ્વીના મધ્ય વિસ્તારનો પડછાયો ચંદ્ર પર પડશે. તેની આગળ- પાછળની અમાસ પર ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ થશે. તેની ઊંડી અસર પૃથ્વી પર પડશે તે નક્કી જ છે. 26 જુલાઇ 1953ના રોજ વીસમી સદીનો સૌથી લાંબો ચંદ્રગ્રહણ હતો. આ ગ્રહણ પૂર્ણ અવસ્થામાં લગભગ 101 મિનિટ સુધી રહ્યો હતો. તેનો કુલ ગ્રહણ સમય 5 કલાક 27 મિનિટ હતો. આ ગ્રહણ બાદ ઑગષ્ટમાં મધ્ય ગ્રીસના કેફલોનિયા અને જાકિનથોસમાં લગભગ 113 ભૂકંપ આયો હતો. તેમાંથી સૌથી વિનાશકારી 12 ઑગષ્ટના રોજ લોનિયન આઇસલેન્ડમાં 7.2 મેગ્નિટયૂડ સ્કેલનો ભૂકંપ આયો હતો. તેમાં લગભગ 800 લોકોના મોત થયા હતા. ભૂકંપમાં બરબાદ થઇ ચુકેલી ઇમારતોના ચિન્હો આજે પણ જોવા મળે છે. કર્ક રેખા ક્ષેત્ર પર આવતા દેશ – ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન, તાઇવાન, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, મેક્સિકો, બહામાસ, મુરિયાનિયા, માલી, અલ્જીરિયા, નાઇઝર, લીબિયા, ચાડ, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, યુએઇ અને ઓમાન. ગ્રહણ માત્ર સૂર્ય પ્રકાશથી નિર્મિત પડછાયામાં સૂર્ય અને ચંદ્રમા નજન ન આવવાની ઘટના માત્ર નથી. સૂર્ય સાથે સંપૂર્ણ સૌરમંડળ 70 હજાર કિલોમીટરની ગતિથી આગળ વધી રહ્યા છે. ગ્રહ-ઉપગ્રહોએ તેની સાથે તાલમેલ બનાવી રાખવાનું હોય છે. જ્યોતિષમાં પૃથ્વી માટે રાહુ-કેતુ તેમજ છાયાગ્રહ છે જેના કનેક્શનથી સૂર્ય અને ચંદ્રગ્રહણ બને છે. આ સૌરમંડળના તે નોડલ પોઇન્ટ છે જ્યાં પૃથ્વી અને ચંદ્ર સૂર્યની એક લાઇનમાં આવીને ઑટો-કરેક્શન લે છે. એવામાં ચંદ્ર તેમજ પૃથ્વીની કક્ષાઓ સુવ્યવસ્થિત થાય છે. તેનાથી અંતરિક્ષીય ગુરુત્વાકર્ષી તરંગ પ્રભાવિત થવા અને ગ્રહની સ્પેસ શિફ્ટ થવાની શક્યતા વધી જાય છે. તેનાથી ભૂકંપ, ચક્રવાત, જ્વાળામુખી તેમજ સુનામીની શકયતાઓ ઉપરાંત ઉપગ્રહો અને વિમાનોમાં ગડબડ થવાની આશંકા પણ વધી જાય છે. આ કારણથી આ દરમિયાન સઘન શારીરિક-માનસિક કાર્યોથી બચવાની સલાહ આપવામાં આવી છે. અગ્નિકર્મ તેમજ મશીનરીનો ઉપયોગ ટાળવામાં આવે છે. સનાતન પરંપરામાં દેવદર્શન અને બલિદાન પર પ્રતિબંધ રાખવામાં આવે છે. માત્ર મુદ્રામાં ભજન-કીર્તન અને જપના માધ્યમથી ઇશ્વરને યાદ કરવામાં આવે છે. 13 જુલાઇના રોજ ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ થશે. જો કે તે ભારતમાં માન્ય નથી પરંતુ પૃથ્વી પર થોડીક અસર તો થશે. જળચર ક્ષેત્રોમાં રહેતા લોકો સાવધાની રાખે. શક્ય હોય તો આગામી ખંડગ્રાસ સૂર્યગ્રહણ સુધી સમુદ્ર કિનારેથી દૂર રહો. 19 જુલાઇના રોજ સૌરમંડળની મહત્ત્વપૂર્ણ ઘટના છે. સૂર્યની એકબાજુ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ અને શનિ વગેરે બધા ગ્રહ એકબાજુ ઉપસ્થિતિ રહેશે. આ સ્થિતિ સૌરમંડળમાં અસંતુલન વધારશે. જો કે સૌરમંડળમાં જીવનયુક્ત એક માત્ર ગ્રહ પૃથ્વી છે, જે વધુ પ્રભાવિત થવાની શક્યતા છે. 27 જુલાઇના રોજ સદીનો સૌથી લાંબો ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. જે વિભિન્ન વિનાશકારી ભૌગોલોક ઘટનાઓનું કારણ બની શકે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY