૯ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય કરનાર શખ્સ અમરોલીથી ઝડપાયો

0
15

સુરત,
કોસાડ આવાસમાં નમાઝ પઢતા બાળકને મસ્જીદના ધાબે લઈ જઈ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરી ભાગ છૂટેલા લબરમૂછીયાને અમરોલી પોલીસે અમરોલી વિસ્તારમાં વિડીયો થિયેટરમાં બિભત્સ ફિલ્મ જાવા ગયો હતો ત્યાંથી જ ગતરાત્રે ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોસાડ આવાસમાં ગત બુધવારે રાત્રે મદીના મસ્જીદમાં નમાઝ પઢતા ૯ વર્ષિય બાળકને નમાઝમાં અડધેથી હાથ પકડી મસ્જીદના ધાબે લઈ જઈ ૧૮ વર્ષિય આબીદ પટેલ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરીને ભાગી છૂટયો હતો.
અમરોલી પોલીસે આબીદ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી. પોલીસને હકીકત મળી હતી કે સમોસા વેચવાનું કામ કરતો માથાભારે આબીદ ઈબ્રાહીમ મુસા પટેલ રોજ વિડીયો થિયેટરમાં બિભત્સ ફિલ્મ જાવાની લત ધરાવે છે.
અમરોલી પોલીસે તેની વિડીયો થિયેટરોમાં શોધખોળ આદરી હતી. દરમિયાન, ગતરાત્રે સર્વેલન્સ સ્ટાફે મળેલી બાતમીના આધારે અમરોલી વિસ્તારના જ એક વિડીયો થિયેટરમાંથી ઝડપી લીધો હતો. બનાવ બાદ આબીદ અમરોલી વિસ્તારમાં જ ભટકતો હતો અને રાત્રે ગમે ત્યાં સૂઈ જતો હતો. વધુ તપાસ પી.એસ.આઈ. સી.આર.દેસાઈ કરી રહ્યાં છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY