ટપાલ ટિકિટમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ખોટી તસ્વનીર બદલ ૨૪ કરોડનો દંડ

0
90

વાશિંગ્ટન,તા.૭
ટપાલ ટિકિટમાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ખોટી તસવીરના ઉપયોગ કરવાને લઈ અમેરિકન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ પર ૩૫ લાખ ડોલર (લગભગ ૨૪ કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. આ ટિકિટ ૨૦૧૧માં છાપવામાં આવી હતી. ફેડરલ કોર્ટે તસવીર ખોટી પુરવાર થતા કોપીરાઇટ એક્ટ હેઠળ દંડ ફટકાર્યો છે.
ટપાલ ટિકિટમાં જે તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ઇન્ટરનેટમાંથી લેવામાંથી આવી હતી. મૂળે, આ પ્રતિમા લેડી લિબર્ટીની રેપ્લિકા (નકલ) હતી. તેને લાસ વેગાસમાં રહેનારા મૂર્તિકાર રોબર્ટ ડેવિડસને બનાવી હતી. રોબર્ટને આ ટપાલ ટિકિટ વિશે ૨૦૧૩માં માહિતી મળી. પોતાની બનાવેલી મૂર્તિની તસવીર મંજૂરી વગર ટિકિટમાં ઉપયોગ કરતા તેઓએ કોપીરાઇટ એક્ટ હેઠળ કેસ નોંધાવ્યો હતો. ફેડરલ કોર્ટે તેમની પિટિશન મંજૂર કરી અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટને દંડ આપવાનો આદેશ કર્યો.
અસલી સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ઉંચાઈ ૪૬ મીટર છે, જ્યારે રેપ્લિકા તેની અડધી ઉંચાઈની છે. અસલી મૂર્તિ તાંબાની બનેલી છે. નકલી મૂર્તિ માટી, એક્રેલિક કોટિંગ અને ફોમથી બનેલી છે. મૂર્તિકાર રોબર્ટ ડેવિડસને તેનો ચહેરો પોતાની સાસુના ચહેરાની જેમ બનાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY