ભરૂચ જિલ્લા પંચાયતમાં પુનઃ એકવાર કૉંગ્રેસ અને જ.દ.યુના સમર્થનથી પ્રમુખ – ઉપપ્રમુખની નિમણુંક….

0
137

પ્રમુખ તરીકે કોંગ્રેસના જશુબેન પઢીયાર અને ઉપપ્રમુખ તરીકે જ.દ.યુ.ના અનિલ ભગતની વરણી.

કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર ઈન્દ્રસિંહ પરમારને તેમના જ સમાજના સભ્યો નો સાથ ન મળ્યો…

ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજ રોજ યોજાઈ હતી જેમાં કોંગ્રેસ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી સાચવવામાં સફળ રહી છે કોંગ્રેસના જશુબેન પ્રમુખ તરીકે ચૂંટાયા છે તો ભારતીય ટ્રાઈબલ પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

જ્યારે કોંગ્રેસના બળવાખોર સભ્ય ઈન્દ્રસિંહ પરમારે પ્રમુખપદ માટે દાવેદારી કરી હતી જોકે તેમને માત્ર 14 જ મત મળ્યા હતા તેમની સામે કોંગ્રેસના જશુબેન પઢીયારને 20 મત મળતાં તેઓ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.જયારે ઉપ પ્રમુખ તરીકે અનિલ ભગત અને ઉદેસીંગ માટે ચૂંટણી પ્રક્રિયામાં પણ અનિલ ભગતને ૨૦ મત મળ્યા હતા અને ઉદેસિંગને ૧૪ મત મળતા પુનઃ એક વખત અનિલ ભગત ઉપ પ્રમુખ તરીકે ચૂંટાયા હતાં.

જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા ની અધ્યક્ષતા માં ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને ધ્યાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સભ્યો સિવાય જિલ્લા પંચાયતમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો કોંગ્રેસના બળવાખોર સભ્ય ઇન્દ્રસિંહ પરમારે ગતરોજ દાવા કર્યા પરંતુ તે ખોટા સાબિત થાય હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY