શહિદ ઔરંગઝેબના પરિવારની મુલાકાત કરી રક્ષામંત્રીએ: કહ્યું, આ પરિવાર દેશ માટે પ્રેરણા

0
11

શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં રાજકીય હલચલની વચ્ચે રક્ષામંત્રી નિર્મલા સીતારમણે શહીદ ઔરંગઝેબના પરિવારજનોની મુલાકાત લીધી. તેઓ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં આવેલા ઔરંગઝેબના ઘરે ગયા. આ દરમ્યાન રક્ષામંત્રીએ ઔરંગઝેના પિતા મોહમ્મદ હનીફ અને ભાઇ સાથે વાત કરી. કહેવાય છે કે રાજ્યમાં પીડીપી-ભાજપના ગઠબંધનવાળી સરકાર તૂટતા અને રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ રક્ષામંત્રી આ મુલાકાતમાં આતંકીઓની વિરૂદ્ધ આકરું વલણ અપનાવાનો રાજકીય સંદેશ પણ છે.
નિર્મલા સીતારમણે ઔરંગઝેબના ઘરે જઇ તેમને પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ કહ્યુ કે મેં ઔરંગઝેબના પિતા સાથે ઘણી વાતો કરી. મેં ઔરંગઝેબના પરિવાર સાથે સમય વીતાવ્યો. આ પરિવાર આખા દેશ માટે પ્રેરણા છે.
આની પહેલાં આર્મી ચીફ જનરલ બિપિન રાવત પણ સેનાના જવાન ઔરંગઝેબની શહાદતને સલામ કરતાં તેમના પરિવારજનોને મળ્યા હતા. ઔરંગઝેબ સેનાની રાષ્ટÙીય રાઇફલન્સના જવાન હતા. આપને જણાવી દઇએ કે આતંકીઓએ પુલવામાથી ઔરંગઝેબનું અપહરણ કર્યું હતું, જ્યારે તે ઇદ મનાવા પોતાના ઘરે જઇ રહ્યો હતો. ત્યારબાદ ૧૪ જૂનના રોજ તેનો ગોળીઓથી વીંધેલ મૃતદેહ મળ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY