શ્રીનગર,તા.૨૦
જમ્મુ-કાશ્મીરમાં ભાજપે મહબૂબા મુફ્તિની સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યા બાદ રાજ્યમાં ભાજપ-પીડીપીની સરકાર તૂટી ગઈ છે અને અહીં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે. રમઝાનમાં લાગુ કરાયેલા સસ્પેન્શન ઓફ ઓપરેશનને સમાપ્ત કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય ૧૮૦ આતંકવાદીઓનું હિટલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. સુરક્ષાદળો દ્વારા ઉત્તર અને દક્ષિણ કાશ્મીરામં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને ભાજપની જાડાણ સરકાર તૂટી પડયા બાદ કેન્દ્રીય સુરક્ષાદળો સંપૂર્ણપણે એક્શનમાં આવી ગયા છે. સુરક્ષાદળોએ કાશ્મીર ખીણમાં સક્રિય આતંકવાદીઓનું નવું હિટલિસ્ટ તૈયાર કર્યું છે. આ યાદીમાં કુલ ૧૮૦ આતંકવાદીઓ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ૧૦૭ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ છે.
કાશ્મીર ખીણમાં આતંક ફેલાવનારા ૫૦ વિદેશી આતંકવાદીઓ પણ હિટલિસ્ટમાં સામેલ છે. રમઝાનમાં સસ્પેન્શન ઓફ ઓપરેશન દરમિયાન આતંકનો માર્ગ અખત્યાર કરનારા ૪૦ નામની પણ જાણકારી મળી છે. સુરક્ષાદળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહીની શરૂઆત ત્રાલમાં ત્રણ આતંકીઓને ઢેર કરીને શરૂ કરવામાં આવી છે. સુરક્ષાદળો દ્વારા દક્ષિણ અને ઉત્તર કાશ્મીરમાં છૂપાયલા આતંકવાદીઓની ભાળ મેળવવા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
સૂત્રો મુજબ જમ્મુ-કાશ્મીરમાં ગત પાંચ માસમાં કાશ્મીર ખીણના વિભિન્ન ગામડામાંથી અંદાજે ૧૫૦થી વધુ યુવાનો ગુમ થયા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ગાયબ થયેલા યુવાનો આતંકવાદીઓની ઉશ્કેરણીથી ગેરમાર્ગે દોરવાયા છે. આમાના પચાસથી સાઠ જેટલા યુવાનોના પરિવારજનોએ ફરિયાદ પણ નોંધાવી છે. જા કે ૯૦થી ૧૦૦ જેટલા ગુમ થયેલા યુવાનોની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાઈ નથી. સૂત્રો મુજબ બારામુલા, શોપિયાં, બાંદીપુરા, પુલવામા અને અનંતનાગથી સૌથી વધુ યુવાનો ગુમ થયા છે. આ વિસ્તારોમાં ઓપરેશન ઓલઆઉટ હેઠળ અત્યાર સુધીમાં લગભગ ૩૩ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમા શોપિયાંમાં ૨૧, બારામુલામાં પાંચ અને અનંતનાગમાં સાત આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. પરંતુ સસ્પેનન્શન ઓફ ઓપરેશનના રમઝાન દરમિયાન કરાયેલા એલાનમાં આતંકવાદીઓને ફરીથી એકજૂટ થવાનો મોકો મળ્યો હતો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





