ઇન્દોરમાં ચાર માળની હોટલ ધરાશાયી, ૧૦ લોકોનાં મોત

0
46

ઈન્દોર,
તા.૧/૪/૨૦૧૮

શનિવાર રાતે ૯:૧૫ વાગ્યાની આસપાસ શહેરના સરવેટ સ્ટેન્ડ પાસે એક ચાર માળની હોટલ ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં બીલ્ડીગ નીચે ઉભેલી રિક્ષા અને કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતા. જ્યારે ૧૦ લોકોના મોત નિપજ્યા અને ૨ લોકો ઘાયલ થયા છે. આ ધરાશાયી બીલ્ડીગની નીચે હજુ પણ કેટલાક લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુઆંક પણ વધી શકે તવી શક્યાતાઓ દશાર્વવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે પોલીસ અને પ્રશાસનના ટોચના અધિકારીઓ સહિત ચાર એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પટલ ખસેડવામાં આવ્યા છે.

સરવેટ બસ સ્ટેન્ડ પાસે આવેલી લીલા હાટલની નજીકની બીલ્ડીગ અચાનક ધરાશાયી થઇ હતી. જે લોકો બીલ્ડીગની અંદર અને આસપાસ હતા તે લોકો કઇ સમજે તે પહેલા જ બધુ તહેસ-નહેસ થઇ ગયું હતું. માત્ર થોડી મિનિટોમાં આ ઇમારત એક કાટમાળમાં રુપાંતરિત થઈ હતી.

આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડળ હતા. ત્યારે કેટલાક લોકોએ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સરવાર માટે હોસ્પટલ ખસેદયા હતા. જ્યારે જેસીબી મશીન દ્વારા કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલુ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY