ભુજ શહેરના સુરલપીઠ રોડ પર આવેલી અંજલી નગર એક સોસાયટી ના રહેણાંકના મકાન માંથી ગાંજાનો જથ્થો પકડતી ભુજ એલ.સી.બી

0
115

પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા ની સુચના મુજબ ભુજ શહેરમાં નશાયુકત પદાર્થો – ગાંજા જેવી ચીજ વસ્તુઓનો વેચાણ કરતા ઈસમો ઉપર સખત કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જે અન્વયે આજરોજ એલ.સી.બી પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.આલ,પશ્ચિમ કચ્છ ને બાતમી મળેલ કે, ભુજ શહેરના સુરલભીઠ રોડ પર આવેલ અંજલીનગર-૧ માં રહેતો અશ્વિન કાનજી બુચીયા તેના રહેણાંક ના મકાનમાં માદક પદાર્થ ગાંજો બહારથી લાવી છૂટક વેચાણ કરે છે જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.બી.ઔસુરા અને સ્ટાફ્ના માણસોએ જરૂરી વર્ક આઉટ કરી ઉપરોક્ત બાતમી વાળા મકાને દરોડો પાડતા આરોપી અશ્વિન કાનજી બુચીયા ના કબ્જાના રહેણાંક ના મકાન માંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૬.૧૮૩ કીલો ગ્રામ કીમત રૂ.૩૭,૦૯૮/- તથા એક મોબાઈલ કી.રૂ.૩૦૦/-તથા ગાંજાના વેચાણ ના ઉપયોગ માટેનો વજનકાંટો, વજનિયા સાથેનો કિંમત રૂ.૧૩૦/- એમ ફુલો.રૂ.૩૭,પર૮/- ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટ ની કલમો મુજબ બી-ડીવીઝન પોલીસ રટેશન ભુજ શહેર ખાતે આપેલ છે આરોપી તથા કબજે કરેલ મુદામાલ બી-ડીવીઝન પાલીસ સ્ટેશન ભુજ શહેર ખાતે સોંપવામાં આવેલ છે

રિપોર્ટ : બિમલ માંકડ 7874635092                                          ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY