વન ડે ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવી ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ૨૪૨ રને હરાવ્યું

0
50

ન્યુ દિલ્હી,તા.૨૦
ઇંગ્લેન્ડે વન ડેના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ૨૪૨ રને હરાવી પોતાની સૌથી મોટી જીત પણ મેળવી હતી. ટ્રેંટબ્રિઝમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડે ૬ વિકેટે ૪૮૧ રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૭મી ઓવરમાં ૨૩૭ રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી. આ પહેલા પણ વન ડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે જ હતો. ૨ વર્ષ પહેલા ઇંગ્લેન્ડે આ મેદાન પર જ પાકિસ્તાન વિરૂદ્ધ ૪૪૪ રન બનાવ્યા હતા. જા કે આંતરરાષ્ટÙીય વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમના નામે છે. ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે ૮ જૂને આયરલેન્ડ વિરૂદ્ધ ૪૯૦ રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ૨૪૨ રનના રેકોર્ડ રનના અંતરથી હરાવ્યું હતું. આ ઓસ્ટ્રેલિયાની વન ડેમાં સૌથી મોટી હાર છે. ઓપનર બેટ્‌સમેન ટ્રેવિસ હેડે ટીમ માટે ૫૧ રન બનાવ્યા હતા. મોઇન અલીએ પણ ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી.
પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડ માટે જાની બેરિસ્ટોએ ૧૩૯ (૯૨ બોલ, ૧૫ ફોર,૫ સિક્સર) અને એલેક્સ હેલ્સે ૧૪૭ (૯૨ બોલ, ૧૬ ફોર,૫ સિક્સર) રન બનાવ્યા હતા. કેપ્ટન ઇયાન મોર્ગને ૩૦ બોલમાં ૬૭ રન બનાવ્યા હતા. માત્ર ૨૧ બોલમાં અડધી સદી ફટકારનાર મોર્ગન ઇંગ્લેન્ડ તરફથી સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે. આ સિવાય ઓપનર જેસન રોયે ૬૧ બોલમાં ૮૨ રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એન્ડ્ર્યૂ ટાઇ સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો, તેને ૯ ઓવરમાં ૧૦૦ રન આપ્યા હતા. જ્યારે ઝાય રિચર્ડસને ૧૦ ઓવરમાં ૯૨ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY