સુરેન્દ્ર૬નગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ‘‘વિશ્વ યોગ દિવસ’’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

0
31

યોગ એ ઋષિમુનિઓએ આપેલ અણમોલ ભેટ છે, યોગથી તન અને મન સ્વસ્થ રહે છે ભારત દેશે સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ એવા યોગ અંગે સમગ્ર વિશ્વને પ્રેરિત કર્યા છે, :કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે. જાડેજા

યોગ એ ઋષિમુનિઓએ આપેલ અણમોલ ભેટ છે, યોગથી તન અને મન સ્વધસ્થ રહે છે. ભારત દેશે સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ એવા યોગ અંગે સમગ્ર વિશ્વને પ્રેરિત કર્યા છે. તેમ સ્વર્ણિમ ગુજરાત પ૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યધક્ષ આઈ.કે. જાડેજાએ આજે એમ.પી.શાહ આર્ટસ એન્ડં સાયન્સ કોલેજ સુરેન્દ્રઅનગર ખાતે યોજાયેલ ‘‘વિશ્વ યોગ દિવસ’’ની ઉજવણી કાર્યક્રમ પ્રસંગે જણાવ્યુંલ હતું.
કાર્યવાહક અધ્યરક્ષએ વધુમાં જણાવ્યુંે હતું કે ભારતીય સંસ્કૃુતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત ગણી ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું સ્વીકૃત કરતા આજે સમગ્ર વિશ્વ એકસાથે યોગ કરી રહેલ છે. આજે સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવી રહયું છે, ત્યારે સમગ્ર વિશ્વ યોગ તરફ વળ્યું છે, ‘‘યોગ મટાડે રોગ’’ યોગથી અનેક ફાયદાઓ થાય છે,
વધુ ને વધુ લોકો યોગ તરફ વળે તે માટે આઇ.કે. જાડેજાએ અનુરોધ કર્યો હતો. યોગ દિવસની ઉજવણીના સુંદર અને સફળ આયોજન બદલ જિલ્લાઇ વહીવટી તંત્રને બિરદાવેલ હતાં.


સુરેન્દ્રવનગર ખાતે એમ.પી.શાહ આટર્સ એન્ડત સાયન્સ કોલેજ, ઉપરાંત જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મેળાનું મેદાન વઢવાણ, હવા મહેલ વઢવાણ, ત્રિમંદિર અને એસ.પી. વિદ્યાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકોએ યોગ દિવસની ઉજવણી પણ કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે લોકસભાના સાંસદ દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, કલેકટર કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારી ર્ડા.મનિષકુમાર બંસલ, પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી, નિવાસી અધિક કલેકટર ચંદ્રકાંત પંડયા, નાયબ કલેકટર નરેન્દ્ર સિંહ રાજપુત, નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઇ ટોલીયા, અગ્રણીઓ સર્વ જગદીશભાઇ મકવાણા, ચંદ્રશેખરભાઇ દવે, જીજ્ઞાબેન પંડયા, વર્ષાબેન દોશી, કે.ડી. પરીખ, આર્ટ ઓફ લીવીંગ, આયુષ મંત્રાલય, પતંજલી, વાંસળી વાદન અને બ્રહ્મા કુમારીના યોગ શિક્ષકો, અધિકારી તથા પદાધિકારીઓ, એન.સી.સી. કેડેટસ, વેપારી, વકીલ, તબીબ, અને ઇજનેર એસોસીએશનો, સહિત શહેરીજનો, મહિલાઓ, વૃધ્ધોન, વિવિધ શાળા – મહાશાળાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY