તું દારૂનો ધંધો કરે છે તો ત્રણ પેટી દારૂ, રૂ.૮૦,૦૦૦નો હપ્તો આપવો પડશે

0
92

‘હું ભાજપનો કોર્પોરેટર બોલું છું’

નવસારી પાલિકાના વોર્ડ નં.-૧ ના ભાજપનાં સભ્ય ભૂપત લાલજીભાઈ દૂધળ તથા તેના મિત્ર ધીરૂભાઈ ઘેવરીયા સામે પોલીસમાં અરજી

નવસારી નગરપાલિકાનાં વોર્ડ નં.૧ માંથી ચુંટાયેલા ભાજપી સભ્યએ જલાલપોરની મહિલા બુટલેગર પાસે દારૂ અને હપ્તાની માંગણી કરી હોવાની પોલીસમાં અરજી થતા ચકચાર મચી છે.

નવસારી પાલિકામાં વોર્ડ નં. ૧ ના ભાજપના ભૂપત લાલજીભાઈ દૂધાત (ઉ.વ.૪૭) તથા તેનો મિત્ર ધીરૂભાઈ ઘેવરીયા (ઉ.વ.૪૬) એ ગઈકાલે રાત્રે જલાલપોરની મહિલા બુટલેગર જ્યોતિબેનને તેના મોબાઈલ પર ફોન કરીને કહ્યું કે, ‘તું દારૂનો ધંધો કરે છે, એટલે તારે અમને ત્રણ પેટી સારી બ્રાંન્ડનો દારૂ આપવાનો અને રૂ. ૮૦ હજારનો દર મહિને હપ્તો આપવાનો છે.

હું કોર્પોરેટર છું.’ એમ કહીને ગાળો આપવા લાગ્યો હોવાની ફરિયાદ જ્યોતીબેનની પુત્રી સ્વીટી રમેશભાઈ પટેલે જલાલપોર પોલીસમાં આપી છે. જેમાં જણાવ્યું છે કે, બીજીવાર ફોન આવતા મેં ઉંચક્યો હતો. અને કહ્યું કે હું જ્યોતીબેન નથી પણ તેમની પુત્રી બોલું છું ત્યારે પણ તેણે દારૂ અને હપ્તો આપવાની વાત કહી ગંદી ગાળો આપવા સાથે બિભત્સ માંગણી કરવા લાગ્યો હતો. આથી રાત્રે જલાલપોર પોલીસમાં ફરિયાદ આપવા ગયા ત્યારે રસ્તામાં જ ભૂપત દૂધાત તથા અન્ય ચાર જણાએ અમને રોકી લઈ તારામાં બહુ હોંશિયારી આવી ગઈ એવું કહી ગંદી-ગંદી ગાળો આપી મારા ભાઈ રોનકને મારવા લાગ્યા હતા અને પોતાની સાથે શારિરીક અડપલા કર્યા હોવાનાં આક્ષેપો કર્યા છે.દરમ્યાન દોડી આવેલા અન્ય લોકોએ પીધેલા સભ્ય અને તેના સાગરિતોને પણ ઠમઠોર્યા હતા.આ બાબતે સ્વીટી પટેલે ભૂપત દૂધાત, ધીરૂ ઘેવરીયા વિગેરે સામે ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહીની માંગણી કરી છે. જો કે આ અરજી બાબત હજી સુધી પોલીસે કોઈની સામે ગુનો નોંધ્યો નથી.

ભાજપની ઈજ્જત સાચવવા કેસ નહીં થાય તેવા આગેવાનોના પ્રયાસ
જાણવા મળતી માહિતી મુજબ ગત રાત્રે દારૂ પીને રંગમાં આવેલા પાલિકા સભ્યનાં મગજમાં દારૂ અને સત્તાનો બેવડો નશો ચઢતાં તેણે મોબાઈલ પર દારૂની માંગણી કરી હતી. જે નહીં મળતા ઉશ્કેરાયેલા ભાજપી સભ્યએ બબાલ કરતા માર ખાવાનો વખત આવ્યો હતો.મોડી રાત્રે ૧૧ વાગ્યાથી ૨ વાગ્યા સુધી આ બબાબ ચાલતા નવસારી ટાઉન એસ.ઓ.જી. એલ.સી.બી. પોલીસનો કાફલો દોડતો થયો હતો. રાજકીય આગેવાનોએ ભાજપની ઈજ્જત સાચવવાં પોલીસ કેસ નહીં થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ ભોગ બનનાર મહિલા બુટેલગરની પુત્રી સાથે બિભત્સ વર્તનના કારણે મામલો બગડયો છે.

આ બાબતે પોલીસની હાલત ‘માં મને કોઠીમાંથી બહાર કાઢ’ જેવી થવા પામી છે. દારૂબંધી અંગે ડી.એસ.પીનાં દાવા પોકળ સાબિત થયા છે. અને જલાલપોરનાં ધારાસભ્ય આર.સી.પટેલની વાત સાચી ઠરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY