દેશના આગામી પીએમ ઉત્તર પ્રદેશમાંથી હોવા જોઈએ: અખિલેશ યાદવ

0
38

લખનઉ,તા.૨૦
૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે રાજકિય દળોએ રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. દરેક પાર્ટીના નેતા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિવેદન આપી રહ્યા છે. આ વચ્ચે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે એક મોટું નિવેદન આપ્યું હતું.
અખિલેશ યાદવે કહ્યુ કે, તેઓ ચાહે છે કે, દેશના આગામી પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશથી હશે. તેમણે કહ્યુ કે, તેઓ ખુદ ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બનીને વિકાસ કર્યોને આગળ વધારવા માંગે છે.
વર્ષ ૨૦૧૯માં પ્રધાનમંત્રી બનાવવાના સવાલ પર અખિલેશે કહ્યુ કે, હું એટલુ મોટું સપનું નથી જાવા માંગતો કે દેશનો પીએમ બની જાઉ. હું દેશનો પ્રધાનમંત્રી નથી બનવા માંગતો, મારે તો માત્ર ફરી એકવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જ બનવું છે અને પ્રદેશના વિકાસ કાર્યોને આગળ વધારવા છે.
લખનૌમાં વાતચીતમાં તેમણે કહ્યુ કે, આજ સુધી તો એજ થતુ આવ્યું છે કે યૂપીથી કોઇ પ્રધાનમંત્રી બન્યું છે, અમે એજ ઇચ્છીએ છીએ કે કોઇ નવો પીએમ બને અને યૂપીથી જ બને. દેશની પસંદ અમાર પસંદ બની જશે અને દેશને શું મળ્યું દેશ આનું આંકલન કરશે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY