લોકોએ પીવા અને કુકીંગ માટે વોટર જગનો તેમજ RO સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો
શહેરોના ઔદ્યોગિકરણની આકરી કિંમત ગામડાના લોકો ચુકવી રહ્યા છે
વડોદરા નજીક આવેલી નંદેસરી તેમજ રણોલી ઇન્ડસ્ટ્રીયલ આજુબાજુમાં આવેલા સાત જેટલા ગામોમાં બોર વેલ કરે તો અંદરથી કોલ્ડ ડ્રીંક્સ જેવુ પાણી બહાર આવતા લોકોએ આ પાણીનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ છે અને ઘરમાં વોટર જગ તેમજ આરઓ સીસ્ટમ દ્વારા પાણી મેળવવાનું શરૃ કર્યુ છે.
અનગઢ, શેરખી, કોટણા સહિતના સાત જેટલા ગામો મહી તેમજ મીની નદીની આજુબાજુ આવ્યા છે તેમ છતા આ ગામના લોકોને પ્રદૂષિત પાણી મળી રહ્યુ છે. નંદેસરી તેમજ રણોલીના ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં આવેલા આ ગામોના લોકો છેલ્લા ઘણા વર્ષોથી આવા પ્રદૂષિત પાણીથી હવે ટેવાઇ ગયા છે.
અનગઢ ગામના સરપંચે જણાવ્યુ હતુ કે ગામમાં જો બોરવેલમાંથી પાણી મેળવવામાં આવે તો કોકા કોલા નીકળતુ હોય તેમ લાગે છે. નંદેસરી જીઆઇડીસીમાં અગાઉ બે કિલોમીટર વિસ્તારમાં પ્રદૂષિત પાણી મળતુ હતુ પરંતુ હવે ભુગર્ભ જળમાં એટલુ બધુ પ્રદૂષણ વધી ગયુ છે કે નંદેસરીના ૧૫ કિલોમીટર વિસ્તારમાં પણ બોરવેલમાંથી પ્રદૂષિત પાણી નીકળતુ હોય છે.
શેરખી ગામ તેમજ કોટણા ગામે પણ ગ્રાઉન્ડ વોટર લાલ કલરનું મળી રહ્યુ છે. કોટણા ગામના લોકો કહે છે કે અગાઉ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની આજુબાજુ પાણી લાલ કલરનું મળતુ હતુ પરંતુ હવે દુરના વિસ્તારોમાં પણ લાલ પાણી મળે છે.
ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો હતો કે જીપીસીબીને કંપનીઓના પ્રદુષણ અંગે જો ફરિયાદ કરવામાં આવે તો તેઓ નોટીસ આપે અને કંપની બંધ કરાવે છે પરંતુ થોડા સમયમાં કંપની ફરી ચાલુ થઇ જાય છે અને પ્રદૂષણનો સીલસીલો શરૃ કરી દેવાય છે.
ઉલ્લેખનીય છે કે કેમિકલ કંપનીઓના કારણે ભુગર્ભ જળ ખુબજ પ્રદુષિત થવાના કારણે આ પંથકના ગામોમાં લોકો ઘરમાં વોટર જગનો ઉપયોગ પીવા તેમજ કુકીંગ માટે કરવા લાગ્યા છે. કેટલાક લોકોએ આરઓ સિસ્ટમ લગાવી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





