મકાન માલિકે જ કરાવી પોતાના જ ઘરમાં ચોરી.

0
887

 

ભરૂચ શહેર માં આવેલ કબૂતર ખાના વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોતાનાજ ઘરમાં ચોરી કરી ખોટી ફરિયાદ કરાવનાર મકાન માલકીન અને તેના મિત્રને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.

બનાવ અંગેની મળતી માહિતી મુજબ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે તારીખ ૧૮/૬/૧૮ ના ફરિયાદી જયેશ મણિલાલ ટેલર દ્રારા ફરિયાદ લખાવેલ કે તેવો કબૂતર ખાના મકાન નંબર ૧૧૮૭ માં પોતાના પરિવાર સાથે રહે છે અને તેવો કોઈ કામથી બહાર ગયા હોઈ તે દરમ્યાન કોઈ તસ્કરો દ્રારા તેમના ઘરનો દરવાજો પાછળના ભાગેથી તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી રાખેલ સોના ચાંદીના ઘરેણાં સાડા આઠ તોલા ચારસો ગ્રામ તથા રોકડા રૂપિયા ૨૫૦૦૦ હજાર મળી કુલ ૧,૯૫,૦૦૦ રૂપિયાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવેલ હતી.

 

બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પી આઈ સોલંકી અને તેમની ટીમ દ્રારા સમગ્ર ચોરી અંગે ચોરી વાળી જગ્યા પર જઈને ઝીણવટ ભરી તપાસ કરતા અને ડોગ સ્કોડ દ્રારા પણ તપાસ કરાવતા ચોરી ચોર દ્રારા નહીં પણ કોઈ જાણભેદુ દ્રારા થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું હતું.

ચોરી અંગે એ ડિવિઝન પોલીસ દ્રારા ફરિયાદી અને તેની પત્ની સુમિત્રા ટેલરની પૂછ-પરછ કરતાં મકાન માલિકની પત્ની સુમિત્રા પોલીસના શંકાના ઘેરામાં આવતા તેની ઉલટ તપાસ કરતા તે ભાંગી પડી હતી અને તેણે જાતેજ પોતાના ઘરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

સુમિત્રા દ્રારા પોલીસ આગળ કબૂલાત કરવામાં આવી હતી કે તેના મિત્ર જોડે રૂપિયા લીધા હોઈ તેને આપવાના હોઈ ચોરી કરી એ રૂપિયા તેણે તેના મિત્રને આપી દીધા હતાં.ત્યાર બાદ પોલીસે સુમિત્રા ટેલર અને તેમના મિત્ર અનિલ જાદવની અટકાયત કરી વધુ ચોરીનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ દાંડિયા બજાર પોલીસ ચોકીના મહિલા પી.એસ.આઈ એસ.જી.યાદવ ચલાવી રહ્યા છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY