અમેરિકાને માત્ર પોતાની જ ચિંતા છે

0
119

હાલના સમયમાં અમેરિકા દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં લેવામાં આવેલા પગલાની વ્યાપક ટિકા થઇ રહી છે. એકબાજુ અમેરિકાએ વેપાર અને કારોબારના ક્ષેત્રે સંરક્ષણવાદની નિતી અપનાવી છે. જ્યારે બીજી બાજુ ઇમિગ્રેશનના મામલે પણ અમેરિકા આક્રમક વલણ અપનાવી રહ્યુ છે. અમેરિકા પોતાની ચિંતામાં જ ડુબેલુ છે. ટ્રમ્પ વારંવાર સરહદી સુરક્ષાના મહત્વને રજૂ કરે છે. ૧૧મી સપ્ટેમ્બર અને શુ બોમ્બર જેવી ઘટનાઓ બાદ ટ્ર્‌મ્પની આ ચિંતાને વાજબી ગણી શકાય છે. ઇમિગ્રેશન મારફતે પહોંચેલા લોકોના કેટલાક જુથ દ્વારા અપનાવવામાં આવેલા કટ્ટરવાદના કારણે અમેરિકાની આંતરિક સુરક્ષા માટે ખતરો ઉભો થઇ ગયો છે. કોઇ પણ દેશ માટે આંતરરાષ્ટ્રીય સંબંધોની આધારશીલા રાષ્ટ્રીય હિતો પર આધારિત રહે છે. આ સંબંધમાં માપદંડની નીતિ અને ટ્રમ્પની ગણતરી છે. ટ્રમ્પ અમેરિકા પ્રથમને વધારે મહત્વ આપે છે. આમાં કોઇ ખોટી વાત પણ નથી. અમેરિકાની વિદેશ નીતિ પર વાત કરવામાં આવે તો આ નિતી સંપૂર્ણપણે સ્વહિત પર આધારિત છે. ઇમિગ્રેન્ટ લોકો પ્રતિ અમેરિકા દ્વારા અપનાવવામાં આવેલી નીતિથી આ બાબત સાબિત થઇ જાય છે. હાલમાં સિગાપોરમાં ઉત્તર કોરિયાના લીડર સાથે શિખર વાતચીત, અથવા તો અરબ અને ઇજરાયેલ વચ્ચે સંઘર્ષમાં મધ્યસ્થી દેખાય છે. અમેરિકાની વર્તમાન ઇમિગ્રેશન નીતિનો વિકૃત ચહેરો એ વખતે સપાટી પર હાલમાં આવ્યો હતો જ્યારે મેÂક્સકોની સરહદ પર હજારો બાળકો તેમના માતાપિતાથી અલગ થઇ ગયા હતા. ડેફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ જેવી ઇમિગ્રેશન નીતિ છતાં આજે પણ અમેરિકાને તમામ ધર્મ, જાતિ અને વંશીય ભેદભાવથી ઉપર ઉઠીને તેની નીતિ માટે ઓળખવામાં આવે છે. ડીએસીએ અમેરિકામાં પહોંચનાર બાળ ઇમિગેન્ટસ પર લાગુ થનાર એ જ કાયદો છે જેના મામલે ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન જારદાર પ્રચાર કર્યો હતો. એ વખતે ટ્રમ્પે એમ પણ કહ્યુ હતુ કે મેÂક્સકોની સરહદ પર મોટી દિવાલ ઉભી કરવામાં આવનાર છે. વિશ્વ સ્તર પર આ પ્રકારના નિવેદનના કારણે ભારે હોબાળો થયો હતો. અમેરિકાથી બિનજરૂરી ઇમિગ્રેન્ટસ લોકોને કાઢી મુકવા માટે માર્ચ ૨૦૧૮ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ટ્રમ્પને આ મામલે ડેમોક્રેટસ અને કેટલીક વખત રિપÂબ્લકનનો સાથ મળ્યો ન હતો. સંસદીય કાર્યવાહી અને ચર્ચા દરમિયાન તેમના ભાષણમાં આ પિડા વારંવાર સ્પષ્ટ થઇ જતી હતી. ટ્રમ્પે કેટલીક વખત ટવિટ્ કરની ેકહ્યુ હતુ કે ડેમોક્રેટસ ઇચ્છતા નથી કે કોઇ દિવાલ ઉભી કરવામાં આવે જેથી દેશમાં અપરાધ, ગંદકી અને નશાની પ્રવૃતિ અને કારોબાર વધી રહ્યો છે. વર્ષ ૨૦૧૨માં પ્રમુખ બરાક ઓબામાએ અલ્પઆયુ અને કાગળ વગર ઇમિગ્રેન્ટસ લોકોને તરત જ દેશનિકાલમાંથી બચાવી લેવા માટે ડીએસીએ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ ખુબ જ ઉદારવાદી નિર્ણય હતો. આના કારમે આશરે આઠ લાખ યુવાનોને અમેરિકામાં રહેવા માટેની મંજુરી આપી દેવામા ંઆવી હતી. જેને ડ્રીમર તરીકે લોકો ગણી રહ્યા હતા. ટ્રમ્પ હમેંશા સરહદી સુરક્ષાનો મામલો ઉઠાવે છે. ૧૧મી સપ્ટેમ્બરના ભીષણ ત્રાસવાદી હુમલા અને શુ બોમ્બર જેવી ઘટનાના કારણે આને યોગ્ય ગણી શકાય છે. ટ્રમ્પની ચિંતા વાજબી પણ છે. ઇમિગ્રન્ટ લોકો પૈકી કેટલાક જુથો દ્વારા અપનાવવામાં આવેલા કટ્ટરવાદના કારણે આંતરિક સુરક્ષા પર પ્રશ્નો ઉપÂસ્થત થઇ રહ્યા છે. ટ્રમ્પ મુળભુત રીતે કેટલાક ઇમિગ્રેન્ટ નીતિ અને નિયમોને લઇને પરેશાન વધારે છે. અમેરિકાની વેપારી સંરક્ષણવાદની નીતિના કારણે વિશ્વના દેશો પરેશાન થઇ રહ્યા છે. ભારત દ્વારા પણ તેના નિર્ણયના કારણે જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી રહી છે. અમેરિકાએ સ્ટીલ પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ પર ૧૦ ટકા આયાત ડ્યુટી લાગુ કરી દીધી હતી. જેના જવાબમાં ભારતે જવાબી કાર્યવાહી કરીને અમેરિકાથી આયાત કરવામાં આવતી ૨૯ વસ્તીઓ પર ૯૦ ટકા સુધી ડ્યુટીને વધારી દેવા માટે કોઇ પણ વિલંબ કર્યો ન હતો. વાત સીધી અને સ્પષ્ટ છે. સંરક્ષણવાદની નીતિને પ્રોત્સાહન આપી રહેલ અમેરિકાને જા પોતાના હિતોની ચિંતા છે તો ભારતને તેના હિતોની ચિંતા ઓછી નથી. હથિયારો સાથે સંબંધિત હિતો હોય કે પછી આર્થિક હિતો હોય ભારતને પણ પોતાના હિતોની સુરક્ષા તો કરવી પડશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક કારોબારી છે. તેઓ શાસન કરતી વેળા પણ લાભ નુકસાન અને ગુણ્યા અને ભાગની ગણતરીથી ઉપર ઉઠી રહ્યા નથી. આ તમામ બાબતો ચિંતા ઉપજાવે છે. અમેરિકાએ પહેલા યુરોપ અને ચીન પર એલ્યુમેનિયમ અને સ્ટીલ પર ડ્યુટી લાગુ કરી હતી. જેના કારણે ટ્રેડ વોરની શરૂઆત થઇ ચુકી છે. હાલમાં ચીનમાંથી આયાત કરાતી ચીજા પર ૨૦૦ અબજ ડોલરની ડ્યુટીની જાહેરાત કરી દીધી છે…

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY