લાજપોર જેલમાં કેદીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ખળભળાટ

0
15

સુરત,
તા.૨૦/૪/૨૦૧૮

લાજપોર જિલ્લા મધ્યસ્થ જેલમાં ચોરીના એક કાચાકામના આરોપીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. છેલ્લા સાત મહિનાથી ચોરીના આરોપમાં રામ પ્રસાદ સજા કાપી રહ્યો હતો. જાકે, વહેલી સવારે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા બાદ જેલ સતાવાળાઓએ તાત્કાલિક સચીન પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આરોપી રામપ્રકાશ ઉર્ફે રામપ્રસાદ રામ મુરત બિંદ(ઉ.વ.૩૦) લાજપોર જિલ્લા મધ્યસ્થ જેલના બરેક નંબર એ-૮માં હતો. તેણે બાથરૂમના એકઝોસ ફેનમાં ન્હાવાના રુમાલના બે ટુકડા કરી ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. રામ પ્રસાદ કતારગામ, રાંદેર અને ઝઘડિયા પોલીસ સ્ટેશનની ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો. વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં બહાર આવેલી આ ઘટના બાદ જેલ સતાવાળાઓએ જેલના ડોકટરોને બોલાવી તમામ ચેકઅપ પણ કરાવ્યા બાદ સચીન પોલીસને જાણ કરી હતી. અને સુરત સિવિલ હોસ્પટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

રામપ્રસાદે આપઘાત કરી લીધો હોવાની જાણ થતા પરિવાર સિવિલ હોસ્પટલ દોડી આવ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે, રામપ્રસાદ કલકકામ કરતો હતો. દરમિયાન મિત્રો સાથે ચોરીના રવાડે ચડી ગયો હતો. રાંદેર અને કતારગામના ચોરીના કેસમાં જામીન મળી ગયા હતા. જાકે, ઝઘડિયાના ચોરીના કેસમાં સુરતથી ભરૂચ જેલમાં ટ્રાન્સફર આપવામાં આવતી ન હતી. જેથી રામપ્રાસદ તણાવમાં હતે. રામપ્રસાદ સાથે મુલાકાત માટે પણ જેલ અધિકારીઓ રૂપિયાની માંગણી કરતા હતા. દરમિયાન ગત રોજ જ પત્ની રૂપિયા આપીને જેલમાં મળી હોવાનું જણાવ્યું હતું. રામપ્રસાદની મોડી રાત્રે મોતની જાણ પણ સવારે કરવામાં આવી હોવાનો પરિવારે આક્ષએપ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY