વિધવા મહિલાઓના હકોનું રક્ષણ કરવા હું નિર્ણાયક દરમિયાનગીરી કરીશ: આર.પ્રસાદ

0
15

ન્યુ દિલ્હી,તા.૨૪
ભારતના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કÌšં હતું કે વિધવાઓના અધિકારોનું જતન કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ચાલતી વિધવા કલ્યાણ કાર્યવાહીમાં કાયદા મંત્રાલય નિર્ણાયક હસ્તક્ષેપ કરશે.
૨૩મી જૂને આંતરરાષ્ટÙીય વિધવા દિન અવસરે ધ લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક સમારંભમાં વકતવ્ય આપતા પ્રસાદે ભારપૂર્વક કÌšં હતું તે હું ભારતમાં વિધવા મહિલાઓના હકોનું રક્ષણ કરવા હું નિર્ણાયક દરમિયાનગીરી કરીશ.
આ સમારંભમાં વકતવ્ય આપતા લૂમ્બા ફાઉન્ડેશનના પ્રમુખ તેમ જ બ્રિટનના માજી વડા પ્રધાન ટોની બ્લેરના પત્ની ચેરી બ્લેરે કÌšં હતું કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ગંભીરતાપૂર્વક વિચારણા કરાઈ રહી છે તેમ જ જુલાઈમાં સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટમાં ચાલતી કાર્યવાહીમાં લૂમ્બા ફાઉન્ડેશનને દરમિયાનગિરી કરનાર તરીકે રજૂ કરાયું હોવાથી હું અનહદ આનંદિત છું. વિધવાઓના કલ્યાણ અર્થે માત્ર અમારી સંસ્થા જ કામગીરી ન બજાવી શકે તે માટે ભારત સરકારનો સાથસહકાર આવશ્યક છે.
વિધવા કલ્યાણ માટે કામગીરી ન બજાવનાર આઠ રાજ્ય સરકારની સુપ્રીમ કોર્ટે ગયા મહિને ઝાટકણી કાઢી હતી અને દંડ ફટકાર્યો હતો. નિરાધાર મહિલાઓ માટે કેન્દ્ર સરકારે ઘડેલા પ્રસ્તાવ ભણી ધ્યાન ન દેવું અને આ સમસ્યાનો ઉકેલ આણવા નિષ્ણાત સમિતિ સ્થાપવાની વાત કાને ન ધરવા બદલ તેમની ઝાટકણી કાઢી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY