મુંબઈ,તા.૨૪
તમે હવે પછી વિમાનમાં પ્રવાસ કરો ત્યારે તમારા સામાનના વજનનું ધ્યાન રાખજા. નિશ્ચિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવાનું તમને મોંઘું પડશે, કારણ કે ભારતમાં એરલાઈન્સે એક્સેસ લગેજ માટેની ફી વધારી દીધી છે.
ઈન્ડીગો, ગો એર અને સ્પાઈસજેટ જેવી એરલાઈનોએ લગેજ માટેના ચાર્જિસ વધારી દીધા છે.
૧૫ કિલોની નિર્ધારિત મર્યાદાથી વધારે લગેજ હોય તો પ્રતિ કિલો રૂ. ૩૦૦ના હાલના ચાર્જિસને વધારીને રૂ. ૪૦૦ કર્યા છે. સ્પાઈસજેટ અને ઈન્ડીગોએ પ્રી-બુક્ડ એક્સેસ લગેજ માટેના ચાર્જિસ આશરે ૩૩ ટકા વધારી દીધા છે.
ઈન્ડીગોના ડોમેÂસ્ટક રૂટ્સ પર ૧૫ કિલોની નિશ્ચિત મર્યાદાના લગેજથી વધુ હોય તો પાંચ, ૧૦, ૧૫ અને ૩૦ કિલોગ્રામ લગેજના પ્રી-બુકિંગ ચાર્જિસ હવે રૂ. ૧,૯૦૦, રૂ. ૩,૮૦૦, રૂ. ૫,૭૦૦ અને રૂ. ૧૧,૪૦૦ રહેશે. આમ, લગભગ તમામ કેટેગરીમાં હાલના દર કરતાં નવા ચાર્જિસ લગભગ રૂ. ૩૦૦૦ વધારે છે.
ભારતમાં વિમાન સેવાનું સંચાલન કરતી સંસ્થા ડ્ઢય્ઝ્રછના નિયમો અનુસાર, એરલાઈનોએ ડોમેÂસ્ટક રૂટ્સ પર પ્રવાસીઓને ૧૫ કિલો ફ્રી ચેક-ઈન લગેજની ફરજિયાત છૂટ આપવી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




