કેજરીવાલ સરકારે દિલ્હીમાં ફ્રિ વાઇ-ફાઇ આપવાની કસરત શરુ કરી

0
20

ન્યુ દિલ્હી,તા.૨૪
આજે લોકોની જીવન જરુરિયાતની વસ્તુમાં રોટી કપડાં મકાન સિવાય ઇન્ટરનેટનો પણ સમાવેશ થાય છે. જે દિશામાં પગલું ભરતા આમ આદમી પાર્ટી સરકારે દિલ્હીને મફત વાઇફાઇ આપવાની દિશા તરફ વધુ એક પગલું ભર્યું હતું.
સરકારે દિલ્હી શહેરમાં સાર્વજનિક સ્થાનો પર મફતમાં વાઇ-ફાઇ સુવિધા આપવા માટેની ૧૧ સદસ્યીય સમિતિનું ગઠન કર્યું છે. દિલ્હીમાં તમામ લોકોને ફ્રિમા વાઇફાઇ આપવું આ ચૂંટણી ઢંઢેરામાં પણ હતું. જેનું આમ આદમી પાર્ટી દ્વારા હવે વર્ષના અંતે સમિતિનું ગઠન કરી પાલન કરવામાં આવ્યું છે.
આ પહેલા સરકારે પાયલટ યોજના શરુ કરી હતી. પરંતુ તે સફળ નહોતી નીવડી. દિલ્હી સરકારે ૨૦૧૮-૧૯ના બજેટમાં શહેરમાં ફ્રીમાં વાઇફાઇ સુવિધા આપવા માટે ૧૦૦ કરોડ રૂપિયા બજેટ ફાળવવાનું જણાવ્યું હતું.
તો ગયા વર્ષે મફતમાં હોટસ્પોટ બનાવવા માટે સમયસીમા સંશોધન પણ કરવામાં આવેલું હતું. જે માર્ચ સુધીમાં શરુ થઇ જવું જાઇતું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હીની ચૂંટણીઓ નજીક જ છે. ત્યારે જનતા માટે પૂર્ણ ન કરવામાં આવેલા કામને આટોપવા હવે કેજરીવાલ સરકાર કામે લાગી છે. ત્યારે વાઇ-ફાઇ શરુ થયા બાદ દિલ્હીની કરવટ બદલી જશે તેવુ કેજરીવાલ સરકાર દ્વારા માનવામાં આવી રÌšં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY