– સુરતીઓ માટે કાંદાનાભજીયા- બટાકા- રતાળુપુરી બની ગઈ ફેૅવરિટ
ઝરમરીયા વરસાદે સુરતીઓની ભુખ ઉઘાડી નાંખી
સુરતમાં વરસાદના આગમન સાથે જ સુરતીઓની નાસ્તો કરવા માટેની ભુખ ઉઘડતાં ભજીયા-ફરસાણના વેપારીઓને તડાકો પડી ગયો હતો. આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે સુરતીઓના સેવ ખમણના નાસ્તા સાથે ભજીયાની ડિમાન્ડમાં અચાનક વધારો થઈ ગયો હતો. વરસાદની સાથે જ સુરતીઓએ ભજીયાની મીજાબની માણી હતી.કેટલાકલોકો પોતાના વિસ્તારની દુકાન-લારીઓ પર ભજીયા ખાવા માટે પહોંચ્યા તો કેટલાક વરસાદની મજા સાથે ભજીયાની મજા માણવા માટે ડુમસ તરફ ગયાં હતા. ખાણી પીણીના શોખીન સુરતીઓ શનિ-રવિની રજામાં ખમણ-લોચા સાથે ફાફડાની મજા માણતા હોય છે. પણ આજે વરસાદના આગમન સાથે સુરતીઓના જીભનો ચટાકો પણ બદલાયો હતો. રોજ ખમણ-ફાફડાની ડિમાન્ડ વધુ હોય છે પણ આજના વરસાદના કારણે સુરતીઓની નાસ્તાની પસંદ પણ બદલાય છે. આજે સુરતીઓમાં કાંદાના ભજીયા અને બટાકા-રતાળુ પુરી ફેવરીટ બની ગઈ હતી.શહેરની લારી અને ફરસાણની દુકાનોમાં ચાલુ વરસાદે સુરતીઓ ભજીયાની મોજ માણવા માટે પહોંચી ગયાં હતા. વહેલી સવારે ખમણના નાસ્તાને બાજુએ મુકીને લોકોએ ફ્રેન્ડસર્કલસાથે ભજીયા પાર્ટીની મજા માણી લીધી હતી. તો કેટલાક સુરતીઓ પાસે સમય હતો તેઓ વરસાદની મજા માણતા માણતા ડુમસ તરફ પહોંચ્યા હતા. ડુમસમાં ટામેટા પુરી અને ટામેટાના ભજીયા સાથે વિવિધ પ્રકારના ભજીયાનો ટેસ્ટ માણ્યો હતો. ખાવાના શોખીન સુરતીઓએ વરસાદની મજા સાથે ભજીયાની પણ મજા માણતા ભજીયા બનાવનારા વેપારીઓને તડાકો પડી ગયો હતો.
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






